Radhika Khera Left Party : લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને વધુ એક મોટો ઝાટકો પડ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસ નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દીધુ છે. તેમણે કહ્યું છે કે આજે અત્યંત પીડા સાથે પાર્ટીની પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું.

Radhika Khera Left Party : રાધિકા ખેડાએ પોતાના રાજીનામામાં લખ્યું હતું કે દરેક હિંદુ માટે પ્રભૂ શ્રીરામની જન્મસ્થળ પવિત્રતા સાથે ખૂબ જ મહત્વ ધરાવે છે. રામલલાના દર્શન માત્રથી જ્યાં દરેક હિંદુ પોતાના જીવનને સફળ માને છે ત્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
Radhika Khera Left Party : કોંગ્રેસમાં નિભાવી અનેક મહત્વની જવાબદારી

રાધિકાએ લખ્યું કે જે પાર્ટીને મેં મારા જીવનના 22 વર્ષથી વધુ સમય આપ્યા. જ્યાં તેમણે NSUI અને AICCના મીડિયા વિભાગમાં સંપૂર્ણ પ્રમાણિકતા સાથે કામ કર્યું. આજે મારે ત્યાં પણ આવા જ તીવ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે હું મારી જાતને અયોધ્યામાં રામલલાના દર્શન કરતા રોકી શકી નથી.
Radhika Khera Left Party : તેણે લખ્યું કે મારા ઉમદા કાર્યનો વિરોધ એ સ્તરે પહોંચી ગયો કે છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારી સાથે બનેલી ઘટનામાં મને ન્યાય ના મળ્યો. હું હંમેશા બીજાના ન્યાય માટે દરેક મંચ પરથી લડી છું, પરંતુ જ્યારે મારા પોતાના ન્યાયની વાત આવી ત્યારે મને પાર્ટીમાં હાર મળી.

Radhika Khera Left Party : ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલે એક ટ્વિટમાં રાધિકા ખેડાએ દાવો કર્યો હતો કે તે “પુરુષવાદી માનસિકતા”થી પીડિત લોકોને ઉજાગર કરશે, રાયપુરના રાજીવ ભવન સંકુલમાંથી રાધિકા ખેડાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં રાધિકા ખેડા પોતાના પ્રત્યે અનાદરની ફરિયાદો વ્યક્ત કરી રહી છે.
Radhika Khera Left Party : IIT અમદાવાદ સાથે જોડાયેલી રાધિકા ખેડા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની જવાબદારી સંભાળી રહી હતા. આ ઉપરાંત તેમની પાસે છત્તીસગઢમાં મીડિયા કોઓર્ડિનેટરની જવાબદારી પણ હતી. તેણીએ કોંગ્રેસની ટિકિટ પર દિલ્હીની જનકપુરી બેઠક પરથી છેલ્લી વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તે AAP ઉમેદવાર સામે હારી ગઈ હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો