Putin Questions US Policy :પુતિનનો ખુલ્લો સવાલ: ‘અમેરિકા માટે પરમાણુ ફ્યુલ માન્ય… તો ભારત માટે રશિયન ક્રૂડ અમાન્ય કેમ?

0
107
Putin
Putin

Putin Questions US Policy :રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતની મુલાકાત દરમ્યાન અમેરિકાની નીતિ પર સીધો સવાલ ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો અમેરિકા રશિયાથી ન્યૂક્લિયર ફ્યુલ ખરીદી શકે, તો ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો અધિકાર કેમ ન હોય?

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા ભારત પર રશિયા પાસેથી વધતી તેલ ખરીદી અંગે સતત દબાણ કરી રહ્યું છે અને તાજેતરમાં ભારે ટેરિફ લાદ્યા છે.

Putin Questions US Policy

Putin Questions US Policy :પુતિનનો અમેરિકાને સીધો કટાક્ષ

Putin Questions US Policy

ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં પુતિને કહ્યું:

“અમેરિકા પોતાના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સ માટે વર્ષોથી પરમાણુ ફ્યુલ ખરીદે છે. તે પણ તો એનર્જી જ છે. જો અમેરિકા પાસે ફ્યુલ ખરીદવાનો અધિકાર છે, તો ભારતને એ અધિકારથી વંચિત કેમ રાખવામાં આવે?”

પુતિને સ્પષ્ટ કર્યું કે આ મુદ્દા પર તેઓ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરવા તૈયાર છે.

Putin Questions US Policy :વેપારમાં ઘટાડો – પરંતુ સંબંધ સ્થિર

Putin Questions US Policy

ભારત દ્વારા રશિયન ક્રૂડ ખરીદીમાં ઘટાડા અંગેના પ્રશ્નના જવાબમાં પુતિને કહ્યું કે:

  • આ વર્ષના પહેલા નવ મહિનામાં વેપાર ટર્નઓવર થોડો ઘટ્યો છે,
  • પરંતુ કુલ વેપાર હજુ પણ પહેલા જેવા સ્તરે જ જળવાયેલો છે.

અર્થાત—સહયોગમાં કોઈ તડકો પડ્યો નથી.

Putin Questions US Policy : “ભારતની વધતી પ્રગતિથી કેટલીક વૈશ્વિક શક્તિઓ ડરે છે”

પુતિનનું વધુ નિવેદન ચર્ચામાં રહ્યું. તેમણે કહ્યું કે:

“વૈશ્વિક બજારમાં ભારતની વધતી આર્થિક શક્તિથી કેટલીક આંતરરાષ્ટ્રીય તાકાતો ચિંતિત છે.”

તેમણે ઉમેર્યું કે રશિયા–ભારત ઊર્જા સહયોગ દાયકાઓ જૂનો છે અને:

  • આજની રાજકીય પરિસ્થિતિ,
  • પશ્ચિમના પ્રતિબંધો,
  • અથવા યુક્રેન સંકટ
    તે પર કોઈ અસર કરી શક્યા નથી.

 રશિયન તેલ ખરીદી પર પશ્ચિમની ચિંતા કેમ?

પુતિન મુજબ—

  • ભારતનો ઊર્જા ક્ષેત્રમાં ઝડપથી વધતો પ્રભાવ,
  • અને રશિયન તેલ પર વધતી નિર્ભરતા
    પશ્ચિમ દેશોને અસ્વસ્થ કરી રહી છે.

અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ ને પણ તેઓ એ જ અસ્વસ્થતાનું પ્રતિબિંબ ગણાવે છે

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Katrina Kaif Blames:કેટરિના કૈફ “પ્રેમમાં કરેલી ભૂલે કરિયર ડિસ્ટર્બ કર્યું”