Home Desh પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી

પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી

0
439

મોદી સરનેમ કેસ

ધારાસભ્ય પૂર્ણેશ મોદી પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી

પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી .ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરીને તેમને સજા અપાવનાર ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેમણે મોદી સરનેમ કેસમાંકેવિયેટ દાખલ કરી છે જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીની અપીલ પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત હાઈકોર્ટે કડક ટીપ્પણી કરી હતી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આકરી ટિપ્પણીઓ પણ કરી હતી. જસ્ટિસ હેમંત પ્રચાકે કહ્યું હતું કે રાહુલ વિરુદ્ધ ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. હાલના કેસ બાદ પણ તેમની સામે અન્ય કેટલાક કેસ પણ નોંધાયા હતા. આવો જ એક કેસ વીર સાવરકરના પૌત્રે નોંધાવ્યો છે. ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે દોષિત ઠેરવવાથી કોઈ અન્યાય થશે નહીં. અગાઉ પસાર થયેલા આદેશમાં દખલ કરવાની જરૂર નથી. તેથી અરજી ફગાવી દેવામાં આવે છે.

કેવિયેટ પિટિશન શું છે?

કેવિયેટ પિટિશન એક પ્રકારનો બચાવ છે જેથી કોર્ટ કોઈપણ કેસમાં એકતરફી નિર્ણય ન આપે. સિવિલ પ્રોસિજર કોડની કલમ 148(A) હેઠળ કેવિયેટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જો પક્ષકાર હાજર ન થાય, તો અદાલત એવા પક્ષકારને એક પક્ષીય કરીને પોતાનો નિર્ણય સંભળાવે છે. સરળ શબ્દોમાં સમજાવીએ તો, કેવીટ અરજીમાં પક્ષકાર વિનંતિ કરે છે કે  તેની રજૂઆત સાંભળ્યા વિના કોર્ટ ચુકાદો ન આપે

શું છે માનહાનિ કેસ ?

માર્ચમાં, સુરતની અદાલતે તેમને 2019 માં મોદી અટક પર રાહુલ ગાંધી દ્વારા કરેલી ટિપ્પણીના સંબંધમાં કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી રાહુલની લોકસભાની સદસ્યતા પણ જતી રહી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ ‘ મોદી સરનેમ અંગે ટિપ્પણી કરી હતી. જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

વાંચો અહીં ચંદ્રયાન 3ના પ્રક્ષેપણની તૈયારીઓને આખરી ઓપ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે