Panjab CM : પંજાબના cm ભગવત માન અવારનવાર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે આ વખતે પંજાબના CM ભગવંત માનની પુત્રીએ તેમના પર ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. ભગવતમાનની પુત્રી સીરત કૌર એક વિડીઓ વાયરલ કરીને આરોપ લગાવ્યો છે કે (Panjab CM) ભગવંત માન દ્વારા તેની માતા અને તેની પૂર્વ પત્નીનું ભાવનાત્મક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. CM ભગવંત માન પર આરોપ લગાવતા તેમની પુત્રીએ કહ્યું કે માન સાહેબ દારૂ પીને ગુરુદ્વારામાં દર્શન કરવા જાય છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી અને આપના મોટા નેતા તરીકે ઉભરી આવેલા CM ભગવંત માન (bhagwant maan) ની પુત્રીએ પિતા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, માનની પુત્રી સીરતે વિડીઓ વાયરલ કરીને કહ્યું કે ‘હું સીરત કૌર માન છું. હું પંજાબના CM ભગવંત માનની પુત્રી છું. આ વીડિયો બનાવવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે હું ઈચ્છું છું કે અમારી વાર્તા દુનિયા સમક્ષ આવે. આજ સુધી લોકોએ જે પણ સાંભળ્યું છે તે ફક્ત CM સાહેબ પાસેથી જ સાંભળ્યું છે અને તેમના કારણે અમારે તે બધું સાંભળવું અને સહન કરવું પડ્યું છે, આજ સુધી મારી માતાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે અને અમે તેમના બાળકોએ પણ કંઈ કહ્યું નથી, પરંતુ એવું લાગે છે કે અમારા મૌનને અમારી નબળાઈ ગણવામાં આવી રહી છે.
સીરત કૌર (seerat kaur) માને કહ્યું કે CM ભગવંત માનને ખ્યાલ નથી કે, અમારા મૌનને કારણે જ તેઓ આ પદ (CM) પર બેઠા છે. સિરતે આરોપ લગાવ્યો કે, તેના પિતાએ તેના અને તેના નાના ભાઈ પ્રત્યેની જવાબદારીઓ નિભાવી નથી. સિરતે કહ્યું કે, તેનો ભાઈ ગયા વર્ષે બે વાર CM ભગવંત માનને મળવા ગયો હતો પરંતુ તેને CM હાઉસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. જે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી ઉઠાવી નથી શકતો તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે ઉઠાવી શકે?,
વીડિયોમાં સીરત કૌરે જણાવ્યું કે, તેના પિતા તેના ત્રીજા બાળકના પિતા બનવા જઈ રહ્યા છે. તેણે જણાવ્યું કે, તેને આ માહિતી તેના પિતાની આસપાસના લોકો પાસેથી મળી હતી. સિરતે કહ્યું કે જે વ્યક્તિએ બે નાના બાળકોને તરછોડી દીધા હોય, તેણે ત્રીજા બાળકને જન્મ કેમ આપવો જોઈએ? CM ભગવંત માનની પુત્રી સીરત કૌર માને એ પણ કહ્યું કે, પંજાબના CM દારૂ પીને ગુરુદ્વારા જાય છે અને દારૂ પીને વિધાનસભામાં જાય છે. આમ આદમી પાર્ટી (AAP)એ પણ આ સમગ્ર મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. AAP માને છે કે આ CM ભગવંત માનની અંગત બાબત છે.
તમને આ પણ વાંચવું ગમશે
પંજાબના સીએમ ભગવંત માનની પુત્રીને મળી ધમકી