પંજાબ સરકાર આપ્યો અગ્નિવીર શહીદના પરિવારને 1 કરોડનો ચેક

0
49
પંજાબ સરકાર આપ્યો અગ્નિવીર શહીદના પરિવારને 1 કરોડનો ચેક
પંજાબ સરકાર આપ્યો અગ્નિવીર શહીદના પરિવારને 1 કરોડનો ચેક

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પંજાબના મનસાના કોટલી કાલન ગામના 19 વર્ષીય અગ્નિવીર શહીદ અમૃતપાલમાં ઘરે પહોંચ્યા અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી . પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અગ્નિવીર શહીદ પરિવારને પંજાબ સરકાર તરફથી એક કરોડનો ચેક અર્પણ કર્યો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે શહીદ પરિવારને કહું કે પંજાબના વીર જવાનને શત શત નમન . પંજાબના અગ્નિવીર શહીદ અમૃત પાલ સિંહ 10 ડિસેમ્બર 2022ના રોજ ભારતીય સેનામાં જોડાયા હતા. 11 ઓક્ટોબરે તેમને ગોળી વાગતા દેશ માટે બલિદાન આપ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં તેઓ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ફરજ પર હતા ગોળી તેમને વાગી હતી. અગ્નિવીર શહીદ અમૃત પાલની બહેન કેનેડામાં રહે છે. તેમના પિતા ગુરુદીપ સિંહે કહ્યું કે અમૃત પાલે તેની ભત્રીજી ના લગ્ન માટે રાજા લીધી હતી. અને કેનેડામાં રહેતા બહેન અને અમૃતપાલ ઘરે આવવાના હતા ત્યારે શહીદ તરીકે અમૃત પાલ ઘરે આવ્યો છે . આંખમાં આંસુ સાથે શહીદના પરિવારે આ વાત જણાવી હતી.

આપને જણાવી દઈએ કે અગ્નિવીર શહીદ અમૃતપાલ સિંહના અંતિમ સંસ્કાર વખતે સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર ન આપવા પર વિવાદ થયો હતો. અને શહીદ તરીકે સન્માન આપવામાં આવ્યું ન હતું. અને વિપક્ષી પાર્ટીઓએ આ મુદ્દા પર હોબાળો પણ મચાવ્યો હતો. કે સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર કેમ ન આપ્યું. ભારતીય સેનાએ આ બાબતે નિવેદન પણ જાહેર કર્યું હતું. અને કહ્યું હતું કે અમૃત પાલનું મૃત્યુ સર્વિસ રાઈફલમાંથી ગોળી છોડવાને કારણે થયું છે. આ સ્થિતિમાં સેના દ્વારા સન્માન આપી શકાય નહિ. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે આ બાબતે કેન્દ્ર સરકાર સામે પોતાનો પક્ષ રાખશે અને આ શહીદ તરીકેના સન્માનમાં ભલે સેનાની નીતિ અલગ હોય પરંતુ પ્રજા દ્વારા ચૂંટાયેલ સરકારની નીતિ એક જ હોવી જોઈએ અને શહીદ તરીકે સન્માન આપવું જોઈએ. અને તેજ કારણે અમૃત પાલ સિંહ ના પરિવારને 1 કરોડનો ચેક આપવામાં આવ્યો છે. પંજાબના સીએમ દ્વારા અગ્નિવીર યોજના અને નિયમોને લઈને પણ અનેક સવાલો કરવામાં આવ્યા છે. અને જણાવ્યું કે જો કેન્દ્ર સરકાર અગ્નિવીર શહીદના પરિવારને નોકરી નહિ આપે તો પંજાબ સરકાર અગ્નિવીર શહીડો જે પંજાબ રાજ્યના હશે તે પરિવારને સરકારી નોકરી આપશે.