દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર પ્રતિબંધ

0
245

દિવના તમામ બીચ પર સહેલાણીઓના હરવા ફરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્રણ મહિના માટે બીચ બંધ કરવામાં આવ્યો છે.બીચ પર સ્પોટ્સ એક્ટિવિટી પર પણ રોક લગાવી દેવામાં આવી છે.નાગવા ,ધોધલા અને બ્લૂફલેગ તમામ બીચ બંધ કરાયા છે.દિવમાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે.ત્યારે દિવ આવતા લોકો માટે માઠા સમાચાર સામે આવ્યાં છે.લોકો હવે દીવના કોઈપણ બીચ પર જઈ શકશે નહીં. ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. આ દિવસો દરમ્યાન દરિયો પણ ખુબ જ તોફાની રહે છે.જેના પગલે દિવના દરિયામાં મોજો પણ ઉછળતા હયો છે.અને દરિયામાં કરંટ પણ જોવા મળે છે.જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. આ તમામ બાબાતોને ધ્યાનમાં રાખીને.દિવના તમામ બીચ પર હરવા ફરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.