PRIYANKA GANDHI : ગુજરાતમાં ભાજપ પર વરસ્યા પ્રિયંકા ગાંધી  

0
79
PRIYANKA GANDHI
PRIYANKA GANDHI

PRIYANKA GANDHI : ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે, રાજકીય પક્ષોના દિગ્ગજનેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે, એકબાજુ ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતને ધમરોળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના મહાસચિવ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી પણ આજે ગુજરાતમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

PRIYANKA GANDHI

PRIYANKA GANDHI :  આજે વલસાડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ જંગી સભા સંબોધી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ સભા સંબોધતા કહ્યું કે, “જો ફરીવાર મોદી સરકાર આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહેશો.”

PRIYANKA GANDHI :  એક તીર એક કમાન આદિવાસી એક સમાન : પ્રિયંકા

બે તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ કોંગ્રેસના નેતાઓ અલગ-અલગ મત વિસ્તારમાં પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુર ખાતે સભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, “હું મારા મનની વાત મૂકવા આવી છું. ચૂંટણી ટાણે અનેક વાતો થઈ રહી છે. એક તીર એક કમાન આદિવાસી એક સમાન. તમે બધા ઘણા દૂર બેઠા છો પણ મારા દિલની નજીક છો. તમે લોકો દેશ અને સનાતન માટે લડ્યા છો.

PRIYANKA GANDHI

PRIYANKA GANDHI :  કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, “આજે દેશમાં મોંઘવારી અને બેરોજગારી ખૂબ જ વધી ગઈ છે. ભાજપના નેતા દરેક જગ્યાએ કહી રહ્યા છે કે સંવિધાન બદલવાનું છે. તેઓ લોકતંત્રને વધુ નબળું બનાવવા માંગે છે. ભાજપે છેલ્લા દસ વર્ષમાં તમારા અધિકારોને મજબૂત બનાવવા માટે કોઈ કામ કર્યું જ નથી. ભાજપે લોકતંત્રને બચાવતી તમામ સંસ્થાઓને નબળી પાડી છે. જો ફરીવાર મોદી સરકાર આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહેશો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો