PRIYANKA GANDHI : એક સપ્તાહ ગુજરાતમાં ધુંઆધાર ચૂંટણી પ્રચાર, કાલે મોદી તો 3 તારીખે પ્રિયંકા ગાંધીના ગુજરાતમાં ધામા  

0
240
PRIYANKA GANDHI
PRIYANKA GANDHI

PRIYANKA GANDHI : ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ જામી ચુક્યો છે, મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે, હવે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાવાનું છે, ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, આવતીકાલથી વડાપ્રધાન મોદી ૨ દિવસ ગુજરાતમાં 6  જનસભાઓ ગજવશે, ત્યારે બીજીબાજુ કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે.

PRIYANKA GANDHI

PRIYANKA GANDHI :  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતમાં   તારીખ 1 અને 2 મેના રોજ PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમો ગોઠવાયા છે. તેના પર સહુ કોઈની નજર છે. તેના બીજા દિવસે 3જી મેના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં ચૂંટણી સભા માટે આવી રહ્યા છે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજકોટમાં સભા સંબોધશે, જયારે પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં ચૂંટણી સભા સંબોધવાના છે.

PRIYANKA GANDHI : પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં કરશે પ્રચંડ પ્રચાર

PRIYANKA GANDHI

PRIYANKA GANDHI : કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી ૩ મેંના રોજ ગુજરાત આવી રહ્યા છે, ગુજરાતમાં સૌથી રસાકસી વાળી બનાસકાંઠા સીટ પર તેઓ ચૂંટણી સભા સંબોધશે, બનાસકાંઠાના લખાણી ખાતે સવારે 11 વાગે પ્રિયંકા ગાંધી ચૂંટણી સભા સંબોધશે, જેની માહિતી ખુદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આપી છે, તમને જણાવી દઈએ કે બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપ ઉમેદવાર રેખાબેન ચોધરી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.  

PRIYANKA GANDHI

PRIYANKA GANDHI : બીજીબાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે પણ રાજકોટમાં ચુંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. રાજકોટના ઢેબર ચોકમાં ખડગેની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં તેઓ વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે. આ ઉપરાંત 5મી મેના રોજ પ્રચારના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી પણ સૌરાષ્ટ્રમાં આવી રહ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. હાલ સુધી તેમણો કોઈ કાર્યક્રમ નક્કી થયો નથી. આમ ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં બંને મુખ્ય પક્ષો જોર લગાવી રહ્યા છે.     

 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો