વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્યપ્રદેશના પ્રવાસે

0
167

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્યપ્રદેશના પ્રવાસે

વડાપ્રધાન ભોપાલમાં બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે

ખરાબ વાતાવરણને કારણે વડાપ્રધાનનો રોડ શો રદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એક દિવસની મુલાકાતે મધ્યપ્રદેશના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ભોપાલ અને શહડોલના કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન ભોપાલમાં બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને ભાજપના બૂથ વિસ્તરણ કાર્યક્રમમાં ભાગ લેશે. દરમિયાન, ભોપાલમાં રાજભવનથી પોલીસ કંટ્રોલ રૂમ સુધી વડાપ્રધાન મોદીના પ્રસ્તાવિત રોડ શોમાં હવામાન અવરોધરૂપ બન્યું છે. તેમનો રોડ શો મુલતવી રાખવામાં આવ્યો છે. બે મહિનામાં આ બીજી વખત છે જ્યારે ભોપાલમાં વડાપ્રધાનનો રોડ શો રદ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલા 1 એપ્રિલે ભોપાલની મુલાકાતે ગયા હતા. ત્યારે રોડ શોની તૈયારીઓ પણ કરવામાં આવી હતી. ઈન્દોરમાં બાવડી ઉપરની છત ધરાશાયી થવાના કારણે અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હતા. જેના કારણે વડાપ્રધાન મોદીનો રોડ શો રદ કરવામાં આવ્યો હતો. આ પછી, પ્રદેશ ભાજપે 27 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભોપાલ આગમનને લઈને રોડ શોનું આયોજન કર્યું હતું, પરંતુ પીએમઓ તરફથી મંજૂરી મળી ન હતી. જ્યારે પરવાનગી આપવામાં આવી ત્યારે ભોપાલમાં સૌથી નાના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજભવનથી પોલીસ કંટ્રોલરૂમ સુધી માત્ર 350 મીટરના અંતરમાં રોડ શો યોજવાની યોજના બનાવવામાં આવી હતી. હવે ભોપાલમાં હવામાન વિભાગના ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને આ રોડ શો રદ કરવામાં આવ્યો છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે હવામાનને જોતા રોડ શોને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે.

વાંચો અહીં જમ્મુ-કાશ્મીરમાં NIAના દરોડા