વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્ત પહોંચ્યા

0
162

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્ત પહોંચ્યા

ઇજિપ્તના વડાપ્રધાનએ કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઈજિપ્તના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત બાદ શનિવારે ઈજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા. વડાપ્રધાનની આ બે દિવસીય રાજ્કીય  મુલાકાત છે. ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મેડબૌલીએ તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ ઇજિપ્તના વડા પ્રધાન સાથે બેઠક કરશે અને રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે પણ મુલાકાત કરશે.વડાપ્રધાન મોદી રવિવારે અલ-સીસી સાથે વાતચીત કરશે અને બંને મોટા દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરશે. કૈરોમાં તેમના રોકાણ દરમિયાન, વડાપ્રધાન ‘હેલિયોપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ સેમેટ્રી’ની મુલાકાત લેશે, જે ભારતીય સેનાના આશરે 3,799 સૈનિકોની સ્મૃતિને સમર્પિત એક પવિત્ર સ્થળ છે જેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં સેવા આપી હતી અને શહિદી વ્હોરી હતી

વડા પ્રધાન ઈજિપ્ત પહોંચ્યા તેના એક દિવસ પહેલા જ પહેલા, ભારતીય રાજદૂત અજીત ગુપ્તેએ કહ્યું હતું કે ઇજિપ્તમાં દરેક વ્યક્તિ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત છે અને તેઓ દાયકાઓથી બોલિવૂડ ફિલ્મો જોઈ રહ્ય છે. તેમણે કહ્યું હતું કે, ‘તેઓ જાણે છે કે ભારત અને ઈજિપ્તે બિનજોડાણવાદી આંદોલન માટે સાથે મળીને કામ કર્યું હતું. તેઓ હજુ પણ મહાત્મા ગાંધી અને સાદ જગલૌલ વચ્ચેની ગાઢ મિત્રતાને યાદ કરે છે.’ ગુપ્તેએ કહ્યું કે ઇજિપ્તના લોકો ભારતની નજીક રહેવા માંગે છે. તેઓ આપણી સંસ્કૃતિ અને આપણા પારિવારિક મૂલ્યો સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે.તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી 25 તારીખ સુધી અહીં છે. જાન્યુઆરી 2023 માં  ઈજુપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીની ભારતની મુલાકાતે આવ્યા હતા .અને તેમની ભારતની મુલાકાત ખુબ જ સકારાત્મક રહી હતી.

વાંચો અહીં હજ યાત્રા 2023 અંગેના સમાચાર