HomeUncategorizedપાકિસ્તાનમાં હિન્દુ સાંસદ પર ધર્મ બદલવાનું દબાણ

પાકિસ્તાનમાં હિન્દુ સાંસદ પર ધર્મ બદલવાનું દબાણ

પાકિસ્તાનના એક હિન્દુ સાંસદે તેમના સાથી સાંસદો પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. બલૂચિસ્તાનના નેતા દાનિશ કુમારે સંસદમાં કહ્યું- મને ઈસ્લામનો ઉપદેશ ન આપવામાં આવે. પહેલા ગુનેગાર મુસ્લિમોને ઈસ્લામ શીખવો પછી મને મારો ધર્મ બદલવા કહો.દેશમાં વધી રહેલી મોંઘવારી પર દાનિશે સંસદમાં ચિંતા વ્યક્ત કરી રહ્યાં હતા. તેમણે કહ્યું- એ નિંદનીય છે કે સરકાર રમઝાન મહિનામાં પણ ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી નથી કરી રહી. દાનિશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો ક્યારનો છે તેની માહિતી સામે આવી નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments