ગુજરાતના નાગરીકોને વધુ એક ભેટ મળવાની તૈયારી

0
168

ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું કામ અંતિમ તબક્કામાં, ૧૦૦ મીટરનું કામ બાકી

દિવાળી સુધીમાં સિગ્નેચર બ્રિજ ખૂલ્લો મૂકાઈ શકે 

ઓખા-બેટ દ્વારકા વચ્‍ચે નિર્માણાધીન સિગ્નેચર બ્રિજ તેના અંતિમ તબક્કામાં છે. આ બ્રિજની માત્ર ૯ ટકા જેટલી જ કામગીરી બાકી છે. જેથી શક્યતા છે કે, દિવાળી સુધીમાં આ બ્રિજ નાગરિકો માટે ખૂલ્લો મૂકવામાં આવે. આ બ્રિજ સોમનાથ – દ્વારકા જનારા યાત્રાળુઓ માટે એક નવું ટૂરિસ્‍ટ ડેસ્‍ટિનેશન બની રહેશે. કેબલ સ્‍ટેઇડ બ્રિજમાં તેના થાંભલા સીધાહોય છે, જયારે આ બ્રિજમાં આડાઅવડાં-કર્વેચર રખાયા છે. બ્રિજમાં વચ્‍ચેના ભાગે ચાર જેટલી વ્‍યૂઇંગ ગેલેરીની સ્‍પેસ રખાઈ છે, જયાં પ્રવાસીઓ ઊભા રહીને અરબી સમુદ્રનો નજારો માણી શકશે. આ બ્રિજનું ખાતમૂહુર્ત ઓક્‍ટોબર-૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્‍તે થયું હતું. આ ફોર લેન બ્રિજમાં કેબલ સ્‍ટેઈડની લંબાઈ ૯૦૦ મીટર છે, ઓખા તરફ એપ્રોચ બ્રિજની લંબાઈ ૭૭૦ મીટરની અને બેટ દ્વારકા તરફ એપ્રોચ બ્રિજની લંબાઈ ૬૫૦ મીટરની છે. આમ બ્રિજની કુલ લંબાઈ ૨,૩૨૦ મીટર છે. સુપર સ્‍ટ્રક્‍ચરમાં હવે કુલ ૨,૩૨૦ મીટરના કામ પૈકી ૧૦૦ મીટરનું જ કામ બાકી છે.