Pre monsoon activities AMC : રાજ્યમાં ચોમાસું દરવાજે આવીને ઉભું છે, આગામી સપ્તાહથી રાજ્યમાં ચોમાસું બેસી જશે, ચોમાસું આવતાની સાથે જ અમદાવાદીઓ માટે સૌથી મોટો સવાલ શહેરમાં ભરતા ઠેર ઠેર પાણી અને ભુવા છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.. એક બે મુદ્દા ને બાદ કરતા કોઈ નવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી.એટલે કે જૂની સિસ્ટમને નવું રૂપ આપ્યું હોય તેમ જણાય છે.
Pre monsoon activities AMC : વરસાદી સમયમાં શહેરીજનોને હાલાકી ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે અધધ એવા 25 થી 30 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે.કોર્પોરેશનનું કેહવુ છે કે શહેરમાં 130 જેટલા વોટર લોગ ઇન સ્પોર્ટ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આવા સ્થળોએ વધુ સઘન કામગીરી કરવામાં આવી છે અને પાણી નહીં ભરાય તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તંત્ર એ કરેલી વ્યવસ્થા પર નજર કરીએ તો.
Pre monsoon activities AMC : AMC ની શું છે તૈયારી ?
સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે પશ્ચિમ છેડે 23 અને પૂર્વના છેડે 18 ડિસ્ચાર્જ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે
જ્યાં પણ ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં સૂચના મારતા બોર્ડ લગાવવામાં આવશે.
બોપલ, ઘુમા ,કઠવાડા, ચિલોડા ખાતે સ્ટ્રોમ વોટર લાઈન નાખવા ૧૦૦ કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે.શહેર ના કુલ 403 સ્થળો પર લાગેલા 2385 સીસીટીવી કેમેરાથી શહેર ની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે.
વોટ્સેપ નંબર પર ૯૯૭૮૩૫૫૩૦૩ પણ અમદાવાદીઓ ફરિયાદ કરી શકશે.
વરસાદ પેહલા શહેરની 63,735 કેચપીટોની સફાઈ કરવામાં આવી છે
ખારીકટ કેનાલમાં ભરાતા પાણીનો નિકાલ કરવા 113 પંપો મૂકવામાં આવશે.
વરસાદ પહેલા વિશાળકાય વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવશે.
Pre monsoon activities AMC : ભારે વરસાદના સમયે સાબરમતી નદી પાસેના નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવશે.નીચાણ વાળા વિસ્તારોમાં રેસ્ક્યુ બોટ અને હેવી કેપિસિટી ડીવોટરિંગ પંપ મૂકવામાં આવશે.વાસણા અને ધરોઈ ડેમ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે મેયર દ્વારા સૂચના અપાઈ છે.. સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.સ્માર્ટ સિટી મારફત જે કેમેરા લગાવામાં આવ્યા છે તેના દ્વારા સ્પોર્ટ આઇડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે.રેડ, યલો અને બ્લુ એલર્ટ કોડથી સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે.
Pre monsoon activities AMC : ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પેહલા આઇડેન્ટીફાઈ કરેલા સ્પોટ પર પાણી ભરાશે નહીં તેમજ સ્માર્ટ સિટી અંતર્ગત જે કેમેરા લગાવવામાં આવેલ છે તેના દ્વારા આગોતરું આયોજન કરીને જો ભારે વરસાદ પડે તો પણ તાત્કાલિક પાણીનો નિકાલ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો