પ્રયાગરાજ પોલીસ અતીક અહેમદની સાબરમતી જેલમાં કરશે  પૂછપરછ

0
229

અતીક અહેમદના પુત્ર અલીની ખંડણી વસૂલાતના કેસમાં પ્રયાગરાજ પોલીસ  આતિક એહમદની પૂછપરછ કરશે. પ્રયાગરાજ પોલીસ અમદાવાદની સાબરમતી જેલમાં માફિયા અતીકની પૂછપરછ કરશે. સીજેએમ કોર્ટે પોલીસને ખંડણી કેસમાં અતીકની પૂછપરછ કરવાની પરવાનગી આપી છે. ડિસેમ્બર 2021માં કારેલી પોલીસ સ્ટેશનમાં ખંડણી વસૂલાતનો કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રોપર્ટી ડીલર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવા બદલ પોલીસે અતીકના પુત્ર અલીની ધરપકડ કરી હતી. આ કેસમાં અલી પ્રયાગરાજની નૈની જેલમાં બંધ છે.ગયા મહિને કોર્ટે અતીક અહેમદના પુત્ર અલી અહેમદના જામીન ફગાવી દીધા હતા. તેના પર 5 કરોડની ખંડણી માંગવાનો અને હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ કેસમાં તેણે જામીન અરજી કરી હતી, જેને જસ્ટિસ દિનેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આરોપી કુખ્યાત અપરાધી અને માફિયા અતીક અહેમદનો પુત્ર છે. ઉમેશ પાલ મર્ડર કેસમાં તેનું નામ આવ્યું છે. જો તેને જામીન પર છોડવામાં આવશે તો તે સાક્ષીઓ અને સમાજ માટે જોખમરૂપ સાબિત થશે. અરજદારને જામીન પર છોડવો યોગ્ય નથી.