પ્રયાગરાજ  પોલીસ અતીકને સાબરમતી જેલથી લઇ રવાના

0
230

16 દિવસમાં અતીક અહેમદને ફરી એકવાર સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. પ્રયાગરાજ પોલીસ અતિક એહમદને લઈ જવા માટે પહોંચી હતી. . અતીકને કેટલાક કલાકોની પેપર વર્ક બાદ સાબરમતી જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.  જેલમાંથી બહાર આવતાની સાથે જ અતીક ફરીથી એન્કાઉન્ટરથી ડરવા લાગ્યો અને તેણે કહ્યું કે તેઓ મને મારવા માંગે છે. સાબરમતી જેલમાં 200 નંબરના બેરેકમાં રહેલા અતીકને બહાર લાવવામાં આવ્યો હતો અને બાય રોડ યુપી પોલીસ તેને લઈ જઈ રહી છે. અતીકને લઈને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એક દિવસમાં 1300 કિમીની લાંબી યાત્રા કરીને પ્રયાગરાજ પહોંચશે. ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ 2019થી અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે.