Pramukh swami on moon : દુબઈ બાદ હવે ચંદ્ર પર પ્રમુખ સ્વામી, નાસા એ પૂરું પાડ્યું મિશન  

0
218
Pramukh swami on moon
Pramukh swami on moon

Pramukh swami on moon :  હજુ તો મુસ્લિમ દેશ સાઉદી અરબમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું મંદિર બને થોડા જ દિવસ થયા છે ત્યારે સ્વામી નારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ માટે વધુ એક ગૌરવ લેવા સમાન સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસા સ્વામીનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા ચાંદ પર મોકલી રહ્યું છે, આજે અમેરિકી ખાનગી સ્પેશ વિભાગ ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરશે જેમાં સંત પ્રમુખ સ્વામી મહરાજનો ફોટો અને સંદેશો ચંદ્ર પર મોકલશે.      

Pramukh swami on moon

Pramukh swami on moon :  નાસાનું ખાનગી અવકાશયાન ઓડીસિયસ હાલમાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ અવકાશયાન BAPS સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. IM-1 મિશનની સપાટી પર સ્વામી મહારાજની છબીઓ અને કાર્યો રિલેટિવ ડાયનેમિક્સ સાથે કોતરવામાં આવ્યા છે. સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની નિઃસ્વાર્થ સેવાના સાર્વત્રિક માનવ મૂલ્યને સમર્થન આપવાનો આ એક પ્રયાસ છે. નાસાના IM-1 મિશન હેઠળ લોન્ચ કરવામાં આવેલ આ અવકાશયાન 22 ફેબ્રુઆરીએ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

Pramukh swami on moon

ઓડીસિયસ અવકાશયાન ચંદ્ર પર ક્યારે પહોંચશે?


ઓડીસિયસ અવકાશયાન 22 ફેબ્રુઆરીએ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે. અમેરિકન સ્પેસ મિશનનાં 50 વર્ષથી વધુના ઇતિહાસમાં આવું કરનાર આ પહેલું અમેરિકન મિશન હશે. તે IM-1 લેન્ડરથી સજ્જ છે. આ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટીનું અન્વેષણ કરશે. કોમર્શિયલ લુનર પેલોડ સર્વિસ (CLPS) મિશનના ભાગરૂપે લેન્ડર છ પેલોડનો સ્યુટ વહન કરે છે. જેની મદદથી ચંદ્રની સપાટી પરના પ્લાઝ્મા વાતાવરણને માપવા અને ભવિષ્યના આર્ટેમિસ અવકાશયાત્રીઓ માટે ડેટા એકત્રિત કરવા માટે વૈજ્ઞાનિક ઉપકરણો મોકલવામાં આવ્યાં છે.

Pramukh swami on moon

Pramukh swami on moon  : સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતાં, Intuitive Missionsએ લખ્યું, “રિલેટિવ ડાયનેમિક્સ સાથે સંકલનમાં બનેલું IM-1 મિશન, પાંચમા ગુરુ, પરમ પવિત્ર પ્રમુખસ્વામી મહારાજને શાશ્વત શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે.” આ કોતરણી સ્વામી મહારાજની સેવાનું સન્માન કરે છે, જેમણે નિઃસ્વાર્થ સેવાના સાર્વત્રિક માનવ મૂલ્યની હિમાયત કરી હતી. રાષ્ટ્રો વચ્ચે આવી સાંસ્કૃતિક જોડાણ અવકાશ સંશોધનના અનુસંધાનમાં સહિયારા મૂલ્યો, પ્રયત્નો અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે.

Pramukh swami on moon  :  સ્વામી મહારાજનો જન્મ 1921માં થયો હતો

Pramukh swami on moon

Pramukh swami on moon  : ગુજરાત રાજ્યમાં 7 ડિસેમ્બર, 1921ના રોજ શાંતિલાલ પટેલના રૂપમાં જન્મેલા પ્રમુખ સ્વામી મહારાજ એવા વ્યક્તિત્વમાંના એક હતા જેમણે BAPS સંસ્થાને ખૂબ જ ઊંચાઈએ પહોંચાડી હતી. તેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ BAPSના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હિંદુ ધર્મના સિદ્ધાંતો અને સ્વામિનારાયણ પરંપરાના સ્થાપક સ્વામિનારાયણના ઉપદેશો પર ભાર મૂક્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ BAPS એ શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવાઓ અને માનવતાવાદી પ્રયાસો સહિત વિવિધ ક્ષેત્રોમાં તેની પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો.

પ્રમુખસ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા.પ્રમુખસ્વામી મહારાજે અમેરિકા સહિત અનેક દેશોમાં સ્વામિનારાયણ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. ગુજરાત અને દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરાવવા માટે તેમને ઘણી ખ્યાતિ મળી. પોતાના જીવનમાં તેમણે એક હજારથી વધુ મંદિરો બનાવ્યા. ઓગસ્ટ 2016માં તેમનું અવસાન થયું હતું. તેમણે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे