prajwal revanna  : સાંસદ પ્રજ્વલ રેવન્ના  સામે બ્લુ કોર્નર નોટિસ જારી, રેવન્નાને ભારત પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવશે

0
55
prajwal revanna
prajwal revanna

prajwal revanna :  યૌન શોષણના આરોપોમાં ફસાયેલા કર્ણાટકની હસન લોકસભા સીટના પૂર્વ JDS નેતા અને સાંસદ પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલીઓ વધી રહી છે. હવે આ મામલામાં પ્રજ્વલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરએ આ માહિતી આપી છે.

prajwal revanna

prajwal revanna : કર્ણાટકના હાસનથી લોકસભાના ઉમેદવાર અને જેડીએસ નેતા પ્રજ્જવલ રેવન્ના (Prajjwal Revanna) વિવાદોમાં ફસાયા છે. યૌન શોષણના કેસમાં કર્ણાટકના (Karnataka) ગૃહમંત્રી ડો. જી પરમેશ્વરાએ રવિવારે કહ્યું કે પ્રજ્જવલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. રેવન્નાને ભારત પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવી રહી છે. ઈન્ટરપોલ પ્રજ્વલ વિશે તમામ દેશોને જાણ કરશે. તેમણે કહ્યું કે પ્રજ્જવલને કેવી રીતે પરત લાવવા તેની તપાસ કરવા માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ જ નિર્ણય લેશે.

prajwal revanna

prajwal revanna : એસઆઈટીએ સીબીઆઈને આ કેસમાં પ્રજ્જવલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી. તપાસ ટીમે આશા વ્યક્ત કરી હતી કે હાસન સાંસદ વિરૂદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કર્યા બાદ તેના ઠેકાણા અંગે માહિતી મળી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટકમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ પ્રજ્જવલ રેવન્ના 27 એપ્રિલે વિદેશ ચાલ્યા ગયા હતા. તેમના વકીલે SIT સમક્ષ હાજર થવા માટે સાત દિવસનો સમય માંગ્યો હતો જેના જવાબમાં તપાસ ટીમે કહ્યું કે આ શક્ય નથી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ SITને પ્રજ્જવલની ધરપકડ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

prajwal revanna : બ્લુ કોર્નર નોટિસ શું છે?


prajwal revanna : ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન દ્વારા બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવે છે જેને ઇન્ટરપોલ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર સંસ્થા ગુનાના સંબંધમાં વ્યક્તિની ઓળખ, સ્થાન સહિતની માહિતી એકત્રિત કરવા માટે બ્લુ કોર્નર નોટિસ બહાર પાડે છે. તપાસ એજન્સીએ ઈન્ટરપોલને નોટિસ માટે વિનંતી કરવી પડે છે. તમને જણાવી દઈએ કે ઇન્ટરપોલ વિવિધ પ્રકારની કાર્યવાહી માટે અલગ-અલગ રંગની કોર્નર નોટિસ બહાર પાડે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.