Power Play 1476 : સમગ્ર ગુજરાતને શર્મસાર કરી દે તેવી ઘટના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાંથી સામે આવી છે. સંખેડા તાલુકાના એક ગામની વિદ્યાર્થિનીઓ પાંચેક કિલોમીટર દૂર આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે દરરોજ જાય છે. ગઈકાલે સાંજે છ વિદ્યાર્થિનીઓ શાળાએથી છૂટી ચાલતા ઘરે જતી હતી. ત્યારે રસ્તામાં એક પિકઅપ ગાડી મળતા બાળકીઓ આ ગાડીમાં બેસી અને ઘરે જવા નીકળી હતી. અગાઉથી જ આ ગાડીમાં પાંચ લોકો સવાર હતા. જેઓ નશામાં ચકચૂર હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
Power Play 1476 : સંખેડા તાલુકાની વિદ્યાર્થિનીઓ શાળાએથી ઘરે પરત જતી વખતે સરકારી ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાના કારણે ખાનગી પિકઅપ ગાડીમાં બેસી અને ઘરે જવા નીકળી. ત્યાં રસ્તામાં પિકઅપ ગાડીમાં સવાર લોકોએ બાળકીઓની છેડતી શરૂ કરી. આ ઘટનાને પગલે બાળાઓ ગભરાઈ જતાં પિકઅપ ગાડીમાંથી કૂદી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો. જેના પગલે ચાલકે બેલેન્સ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી.
Power Play 1476 : બાળકીઓ જેવી ગાડીમાં બેસીને થોડે દૂર પહોંચતાં જ પહેલાંથી અંદર સવાર પાંચ લોકોએ ચાલુ ગાડીએ બાળકીઓને છેડતી કરવાની શરૂઆત કરી હતી. જેને લઇને બાળકીઓ ગભરાઈ ગઈ હતી અને આજીજી કરી અને ગાડી ઊભી રાખવાની રજૂઆત કરી હતી. તેમ છતાં નરાધમોએ બાળકીઓના હાથ પકડી ખેંચવાની શરૂઆત કરતા બાળકીઓ ચાલુ ગાડીએ કૂદી ગઈ હતી. જેમાં બાળકીઓને ઈજા થતાં નસવાડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બે બાળકીઓને વધુ ઈજા પહોંચતા બોડેલી રિફર કરાવામાં આવી હતી.
સમગ્ર ઘટના મામલે vr liveનો પ્રાઈમ ટાઈમ કાર્યક્રમ
Power Play 1476 | દીકરીઓની સુરક્ષા પર તમાચો…!!! | VR LIVE
કાર્યક્રમ- Power Play 1476 | દીકરીઓની સુરક્ષા પર તમાચો…!!! | VR LIVE
વિષય- દીકરીઓની સુરક્ષા પર તમાચો…!!!
ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત ?
બેટી બચાવો બેટી પઢાઓ સુત્ર ક્યારે સાર્થક થશે ?
સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે ભોગ બનતી દીકરીઓ
સરકારી શાળાઓની સંખ્યા કેમ ઘટી ?
છેડતી થતા 6 વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી
વાહનમાં સવાર મુસાફરોએ કરી છેડતી
અંતરિયાળ ગામડાઓમાં દીકરીઓ કેવી રીતે ભણશે ?
છેડતીખોરોથી બચવા પીકઅપ વાનમાંથી કૂદી દીકરીઓ
મજબુરીમાં ચાલુ વાહને કુદી વિદ્યાર્થીનીઓ
વિકસિત ગુજરાતની વાતો વચ્ચે દીકરીઓ કેટલી સુરક્ષિત ?
છોટાઉદેપુરના નસવાડીની ઘટના
દીકરીઓની સુરક્ષા પર મોટો સવાલ
શું હવે વાહનોમાં બેસતા પણ ડરવાનું
મજબુર વિદ્યાર્થીનીઓના દુશ્મન કોણ ?
તમે આ પણ વાંચી શકો છો
Petrol Price hike : હળતાળ સમેટાઈ ! આજે 84 પૈસા વધ્યા પેટ્રોલના ભાવ