Petrol Price hike :  હળતાળ સમેટાઈ ! આજે 84 પૈસા વધ્યા પેટ્રોલના ભાવ  

0
132
petrol-dizel
petrol-dizel

Petrol Price hike : હજુ તો ગતરોજ જ ટ્રક ડ્રાયવરોની હળતાળ સમેટાઈ છે ત્યારે આજે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં વધારો નોંધાઈ ગયો છે. નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં આજથી પેટ્રોલ મોંઘુ થયું છે. આજે ગુજરાતામાં પેટ્રોલમાં 84 પૈસાનો વધારો થયો છે. જોકે, ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.


Petrol Price hike

Petrol Price hike : પેટ્રોલના ભાવ વધ્યા, ડીઝલના નહિ 


દેશમાં રોજ સવારે ઈંધણના ભાવ બદલાય છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ત્યારે આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, દેશમાં ફરી પેટ્રોલના ભાવમાં વધારો (Petrol Price hike થયો છે. દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને ચેન્નાઈ સાથે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો થયો છે. જોકે એક રાહતના સમાચાર એ છે કે, ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. )

Petrol Price hike


ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે $70.50 પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઘટીને $75.89 પ્રતિ બેરલ થઈ ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. જેની અસર ગુજરાતના માર્કેટ પર પણ પડી છે. (Petrol Price hike)

Petrol Price hike


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિટ એન્ડ રનનો નવો કાયદો લાગુ ન કરવાની ખાતરી આપતાં ટ્રક ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે નવા હિટ એન્ડ રન કાયદાને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોની હડતાળના કારણે આક્રોશ જોવા મળ્યો હતો.

           શહેર           પેટ્રોલ (રૂ.)         ડીઝલ (રૂ.)  
         દિલ્હી           96.72         90.08
          મુંબઈ          106.31         94.27
        કોલકાતા          106.03         92.76
        ચેન્નઈ          102.63         94.24

તમે આ પણ વાંચી શકો છો

Top 100 Worst Foods : ભારતનું આ શાક સૌથી ખરાબ ડીસની યાદીમાં થયું સામેલ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.