Power Play 1470 : વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર સક્રિય થતી જોવા મળી રહી છે. કોંગ્રેસ 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી ‘ભારત ન્યાય યાત્રા’નું આયોજન કરવા જઈ રહી છે. આ યાત્રા મણિપુરથી શરૂ થઈને મુંબઈ જશે.
Power Play 1470 : કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આપેલી માહિતી અનુસાર, ‘ભારત ન્યાય યાત્રા’ (Bharat Nyaya Yatra) આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 14 રાજ્યોમાંથી 6,200 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસનું મોટાભાગનું અંતર બસ દ્વારા કવર કરવામાં આવશે. કેટલીક જગ્યાએ પદયાત્રા પણ કાઢવામાં આવશે.
Power Play 1470 : રાહુલ ગાંધીની ‘ભારત ન્યાય યાત્રા’ (Bharat Nyaya Yatra)
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતી યાત્રા શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
Vr live નો પ્રાઈમ ટાઇમ કાર્યક્રમ Power Play 1470 | વિકસિત યાત્રા vs ભારત ન્યાય યાત્રા | VR LIVE
પદ્મકાંત ત્રિવેદી CMD
ગીરધર ભાઈ વાઘેલા , કોંગ્રેસ
નીલેશ સોલંકી , ભાજપ
નિર્મિત બ્રહ્મભટ્ટ, સમીક્ષક,
કાર્યક્રમ– Power Play 1470
વિષય– વિકસિત યાત્રા vs ભારત ન્યાય યાત્રા
ભારત જોડો પછી હવે રાહુલની ન્યાયયાત્રા
રાજકીય પક્ષોને યાત્રાઓથી સફળતા મળશે ?
રાહુલ ગાંધી તેમની ઇમેજ બદલી શક્યા ?
રાહુલ ગાંધી કરશે ભારત ન્યાય યાત્રા
લોકસભાની તૈયારીઓ માટે કોંગ્રેસે કમર કસી
ફરી એકવાર જમીન પર આવશે કોંગ્રેસ
રાજકીય પક્ષોને યાત્રાઓથી સફળતા મળશે ?
સરકાર રીપોર્ટ કાર્ડ સાથે ક્યારે જનતા વચ્ચે જશે ?
લોકસભા 2024 માટે કયા મુદ્દા પર ચૂંટણી ?
તમે આ પણ વાંચી શકો છો