Power Play 1462 : 16 ડિસેમ્બર શનિવારના રોજ લોકસભામાં ઘૂસણખોરીના કેસમાં અન્ય આરોપી મહેશ કુમાવતની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારસુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 13 ડિસેમ્બરે 4 આરોપી ઝડપાયા હતા. લલિત ઝાએ 14 ડિસેમ્બરે આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં વિકી શર્મા અને તેની પત્ની રાખીની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી, બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. ચાર આરોપી ગુડગાંવમાં વિક્કીના ઘરે રોકાયા હતા.
લોકસભામાં સુરક્ષા ચૂકના મામલે રાજકારણ અટકવાનું નામ લેતું નથી. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે આ ઘટના બેરોજગારી અને મોંઘવારીના કારણે બની છે.
Power Play 1462 | સંસદકાંડ માટે બેરોજગારી જવાબદાર?
રાહુલ ગાંધીને સંસદમાં સુરક્ષામાં ચૂક અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું- સુરક્ષામાં ચૂક છે, પરંતુ આવું કેમ થયું? અત્યારે દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. એ આખા દેશમાં ઊકળતો મુદ્દો છે. પીએમ મોદીજીની નીતિઓને કારણે દેશના યુવાનોને રોજગાર મળતી નથી. સુરક્ષામાં ચૂક ચોક્કસપણે થઈ છે, પરંતુ એનું સૌથી મોટું કારણ બેરોજગારી અને મોંઘવારી છે. તેમણે કેન્દ્રની મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. Power Play 1462
કાર્યક્રમ : Power Play 1462 | સંસદકાંડ માટે બેરોજગારી જવાબદાર? | VR LIVE
વિષય : સંસદકાંડ માટે બેરોજગારી જવાબદાર?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન
સંસદ કાંડ માટે બેરોજગારી જવાબદાર : રાહુલ
શું અંદરને અંદર મૂંઝાઈ રહ્યો છે આજનો યુવા?
શું આ જાણી જોઇને કરાયેલું કૃત્ય છે?
યુવકોના આ પ્રકારે રીએક્શન પાછળનો હેતુ શું?
રાહુલ ગાંધીની વાત સાથે શું આપ સહમત છો?
ભાજપ સરકારમાં બેરોજગારી વધી કે ઘટી?
તમે આ પણ વાંચી શકો છો
Parliament Security Breach: 4 આરોપીઓને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં, માસ્ટરમાઇન્ડની શોધ ચાલુ