Power Play 1458 | સાહુ કેટલા સાહુકાર | VR LIVE

0
200

Power Play 1458 :  ઓડિશામાં દારૂ બનાવતી કંપનીના ગ્રુપ સાથે જોડાયેલા વિવિધ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા  પડ્યા જેમાં  દેશનું સૌથી મોટું કેશ કૌભાંડ સાબિત થયું છે અને અધિકારીઓ રૂપિયાની ગણતરી કરતા હાંફી ગયા હતા. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના તાર આ સમગ્ર કેશ કૌભાંડમાં જોડાયેલા છે જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં કુલ 353 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રિકવર કરવામાં આવી છે. દેશભરમાં કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં વસૂલવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે.આવકવેરા વિભાગના અધિકારીઓ બૌધ જિલ્લામાં કોંગ્રેસના સાંસદના પરિવારની માલિકીની બૌધ ડિસ્ટિલરીઝના સુદાપાડા એકમ પર પહોંચ્યા, જ્યાં કેન્દ્રીય એજન્સીએ 6 ડિસેમ્બરે તેનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સંબલપુર, તિતલાગઢ, સુંદરગઢ, બોલાંગીર અને ભુવનેશ્વરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે, ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે રવિવારે રાત્રે જપ્ત કરાયેલી રોકડની ગણતરી પૂર્ણ કરી અને હવે રિકવર કરાયેલા દસ્તાવેજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સમગ્ર મામલે vr liveનો પ્રાઈમ ટાઇમ પોગ્રામ  Power Play 1458 | સાહુ કેટલા સાહુકાર  માત્ર VR LIVE પર  

આજના મુદ્દા

કોંગ્રેસના સાંસદ સાહુના ઘરમાંથી મળ્યા કરોડો રૂપિયા

સરકાર શું કરવા માગે છે?  : કોંગ્રેસ

કાયદા અનુસાર તેમની સામે સજા કરો : કોંગ્રેસ

હજારો કરોડો રૂપિયા લઈને ભાગી ગયા તેનું શું ?

ભ્રષ્ટાચારને નાથવા સરકારની ઈચ્છા શક્તિ કેટલી ?

રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકો જ ભ્રષ્ટાચારી ?

કરોડોના કૌભાંડ કરનાર ઉદ્યોગપતિ પર કોના આશીર્વાદ ?

સત્તા પક્ષ પર અનેક સવાલો કરી રહ્યા છે વિપક્ષો