ઓમ ધબાય નમઃ , રૂપિયા કમાય નમઃ
પ્રીમોનસુન પ્લાનના દાવાઓ પોકળ સાબિત કરતા મેઘરાજા . મેગા સીટી અમદાવાદ સહિત નાના મોટા શહેરમાં રોડ બિસ્માર , ભુવા પડવાની ઘટનાઓ અને પ્રજાએ ભરેલા ટેક્ષના કરોડો રૂપિયા પાણીમાં , જનતા બેહાલ કોણ જવાબદાર , તંત્રના પાપે પ્રજા પરેશાન થઇ રહી છે ત્યારે ચોમાસામાં આ સમસ્યાનો કાયમી ઉકેલ શું ? Power Play 1335 | ઓમ ધબાય નમઃ , રૂપિયા કમાય નમઃ | VR LIVE
અમદાવાદમાં તાજેતરમાં મેઘરાજાએ વરસવાની શરુ આત કરી જેને લઈને અમદાવાદના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને પ્રી મોન્સુનની કામગીરીના ધજાગરા મેઘરાજાએ ઉડાડ્યા છે. છેલ્લા ઘણા સમયથી શહેરીજનો વરસાદની રાહ જોઇને બેઠા હતા ત્યારે મોડી સાંજે ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ શરુ કરી હતી. પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારો એસ. જી હાઇવે , બોડકદેવ, આનંદ નગર, ગોતા,સીન્ધુભવન રોડ, વસ્ત્રાપુર , નહેરુનગર, જીવરાજપાર્ક, સરખેજ સહિત જુહાપુરામાં રોડ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ છે. સમી સાંજે ભારે વરસાદ ખાબકતા શહેરીજનો નોકરીથી છૂટીને ઘરે જતા સમયે અટવાયા હતા. ક્યાંક ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે. કોર્પોરેશનની મોનસુન કામગીરી પર હાલ નાગરિકો સવાલો કરી રહ્યા છે. કેટલાક નાગરિકોએ કહ્યું કે આતો રોજ નું થયું .. એટલેકે કોર્પોરેશન દર વર્ષે ભલે દાવાઓ કરતી હોય પરંતુ કરોડો રૂપિયા પ્રજાના ટેક્ષના વસુલે છે તે મેઘરાજાએ એકજ ધમાકેદાર બેટિંગમાં પોકળ સાબિત કરીને જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓને ખુલ્લા પાડી દીધા છે. અમદાવાદમાં વરસાદને લઈને નાગરિકો હાલ પરેશાન જોવા મળી રહ્યા છે કારણકે તંત્રના પાપે કરોડો રૂપિયાની કામગીરી પાણી માં વહેતી જોવા મળી રહી છે.
સ્માર્ટસિટી અમદાવાદમાં કરોડો રૂપિયાની પ્રિ મોનસુન કામગીરી કરવા છતાં પણ વરસાદમાં રોડ રસ્તા નું ધોવાણ થયું.છેલ્લા ચાર ચાર વર્ષોથી થલતેજ ગામના લોકો મેટ્રોની કામગીરી લઈને ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તેનું કારણ છે કે થલતેજમાં મેટ્રો સ્ટેશન ની કામગીરી દરમિયાન તેમજ હાલમાં મેટ્રોના પીલરો નું કામ ચાલી રહ્યું છે ત્યારે ચોમાસામાં અહીં નર્કગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક લોકો છેલ્લા ચાર ચાર વર્ષોથી મેટ્રોની કામગીરીને કારણે રોડ બંધ થવાના કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે હવે બેરીકેટ કરીને રોડ ખુલ્લો મુકાયો છે ત્યારે તેમાં પણ કાચા રોડના કારણે લોકોની હાલત બત્તર બની ગઈ છે .ત્યારે ગંદકીના ઢગ ઠેર ઠેર જોવા મળે છે..થલતેજ ગામના રસ્તે જોવા મળે છે તેમજ વરસાદી પાણી ભરાવાના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ થયો છે ત્યારે અહીંના સ્થાનિક લોકો અને વેપારીઓ તંત્રની કામગીરીથી થાકી ગયા છે. અહીં કોન્ક્રીટ ના કાચો રોડ નાખવાથી એક ફૂટ રોડ ઊંચો કરી દેવાયો છે.ત્યારે રોડની બંને તરફ પાણી ભરવાના કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.