Portable AC: જો તમે AC લગાવવાનું વિચારી રહ્યા છો તો અમે તમને એક નવા AC વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી તમે સ્પ્લિટ અથવા વિન્ડો એસીનું નામ તો સાંભળ્યું જ હશે. પરંતુ આજે અમે તમને જે AC વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમે તેને ગમે ત્યાં ફીટ કરી શકો છો.
જો તમે નવું એસી ખરીદવા માંગો છો, તો અમે તમને એવા જ કેટલાક વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ચોંકી જશો. કારણ કે બજારમાં આવા ઘણા એસી ઉપલબ્ધ છે જે દરેક રીતે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે.
આ વર્ષે ગરમીએ પોતાના જ રેકોર્ડ તોડી દીધા છે, આ ભીષણ ગરમીના લીધે લોકોના ઘરોમાં એસીની જરૂરિયાત વધી રહી છે. દરેકનું બજેટ અલગ-અલગ હોય છે અને દરેક વ્યક્તિ પોતાના બજેટ પ્રમાણે એસી ખરીદવા માંગે છે. આવી સ્થિતિમાં, આજે અમે એસી વિશે માહિતી લાવ્યા છીએ જે પોર્ટેબલ પણ છે અને લગભગ દરેક બજેટને અનુરૂપ છે.
Portable AC: વારંવાર ઘર બદલતા લોકો માટે બેસ્ટ ઓપ્શન
જે રીતે આજકાલ ભીષણ ગરમી પડી રહી છે, તેમાં એસી વગર એક કલાક પણ કાઢવો મુશ્કેલ બની જાય છે. જે લોકોના પોતાના ઘર છે તેઓ સરળતાથી એસી ફિટ કરાવી શકે છે. પરંતું કેટલાક લોકો એવા છે, જેઓ નોકરીના કારણે અન્ય શહેરોમાં રહે છે, અને સમયાંતરે શહેરો બદલતા રહે છે. તેથી એસી પણ નવા ઘરમાં શિફ્ટ કરાવવાની મહેનત પડે છે. આવામાં તોડફોડ કરવાની જરૂર પડે છે, અથવા વારંવાર ફિટિંગ કરાવવી પડે છે.
વળી, મકાન માલિકની પરમિશન લેવી પડે છે. આવા કિસ્સામાં હવે દિવાલ પર એસી ફિટ કરાવવા કરતા એવુ એસી લાવો જેને લગાવવા કોઈ તોડફોડ કરવી ન પડે, અથવા ઈલેક્ટ્રિશ્યનની જરૂર ન પડે. માર્કેટમાં આવું કમાલનું એસી આવી ગયું છે.
Portable AC ના ફાયદા
જેમ કે નામ સૂચવે છે, તે પોર્ટેબલ છે. તેનો અર્થ એ કે તમારે તેને ફીટ કરવા માટે દિવાલમાં છિદ્ર બનાવવાની જરૂર નથી. કોપર કન્ડેન્સર સાથે આવે છે. તેનો અર્થ એ કે તમને ખૂબ સારી ઠંડક પણ મળશે.
પોર્ટેબલ એસીની વાત કરીએ તો, તેમાં એડજસ્ટ પાઈપ લાગે છે, જે ગરમ હવાને ઘરની બહાર ફેંકે છે અને ઘરને કુલિંગ કરે છે. એટલે કે, એસીની સામે બેસીને તમને ગરમીનો અહેસાસ નહિ થાય.
જો તમે પોર્ટેબલ એસી લેવા વિશે વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે, અન્ય એસીની જેમ આ પણ 1 ટન, 1.5 ટન, 2 ટનના મોડલમાં ઉપલબ્ધ છે. અનેક કંપનીઓ માર્કેટમાં પોતાના પોર્ટેબલ એસી લોન્ચ કરી ચૂકી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો