Pune Porsche Car Accident: એક 17 વર્ષીય સગીરે તેની રૂ. 2.5 કરોડની કિંમતની વૈભવી પોર્શ કાર વડે બે બાઇક સવારોને પોતાની તેજ રફતારથી કચડીને તેમનો જીવ લીધો. અકસ્માત સમયે સગીર દારૂના નશામાં ધૂત હતો.
Porsche Car Pune Accident
પુત્રને બચાવવા લોહીના નમૂના બદલવામાં આવ્યા હતા
પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે સગીર આરોપીના લોહીના નમૂનાને તેની માતાના લોહીના નમૂનાથી બદલવામાં આવ્યા હતા જેથી તે બતાવવામાં આવે કે તે ઘટના સમયે નશામાં ન હતો. થોડા દિવસ પહેલા આરોપીની માતાનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાં તેણે પોલીસને તેના પુત્રને બચાવવા વિનંતી કરી હતી. આરોપીની માતાએ વીડિયોમાં કહ્યું હતું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેના પુત્રનો નહીં પરંતુ કોઈ અન્યનો છે.
Porsche Car Accident: માતાની પણ પોલીસના સકંજામાં
પુણે પોર્શ કાર અકસ્માત કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સગીર આરોપીની માતા અને બિલ્ડરની પત્નીની ધરપકડ કરી છે. આ માહિતી પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે આપી છે.
કિશોરના માતાની ધરપકડ એ આ આરોપસર આરોપીના બ્લડ સેમ્પલ બદલવા સાથે સંબંધિત છે. સાસૂન હોસ્પિટલમાં આરોપીના બ્લડ સેમ્પલની જગ્યાએ મહિલાના બ્લડ સેમ્પલ લેવાયા હોવાનું બહાર આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી સમિતિને જાણવા મળ્યું હતું કે આરોપીના બ્લડ સેમ્પલની જગ્યાએ મહિલાના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચને શંકા હતી કે માતા શિવાની અગ્રવાલના બ્લડ સેમ્પલમાંથી છોકરાના બ્લડ સેમ્પલ બદલાયા હશે. માનવામાં આવી રહ્યું છે કે પોલીસે આ કેસમાં તેની માતાની ધરપકડ કરી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો