Porsche Accident CCTV: મહારાષ્ટ્રના પુણેમાં પોર્શ કાર અકસ્માત (પુણે પોર્શ અકસ્માત CCTV) કેસમાં આજે સગીર આરોપીના પિતાની ધરપકડ કરવામાં આવી છે. મોટરસાયકલને એક સગીર દ્વારા ચલાવવામાં આવી રહેલી પોર્શ નામની સ્પીડમાં આવતી લક્ઝરી કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. કાર ચલાવી રહેલા 17 વર્ષીય આરોપીની સામે કેસ નોંધાયા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે કેટલીક શરતો સાથે યુવકના જામીન મંજૂર કર્યા હતા.

આ શરતોને આધિન મળ્યા જામીન
આરોપીને ‘સડક અકસ્માતની અસર અને તેના ઉકેલો’ પર 300 શબ્દોનો નિબંધ લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો
આરોપીએ 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ સાથે કામ કરવું પડશે
આરોપીને વ્યસન મુક્તિ કેન્દ્રમાં જઈને દારૂનું વ્યસન છોડી દેવા પણ કહેવામાં આવ્યું
ટ્રાફિક નિયમોની માહિતી લઈને તેને ફરીથી જુવેનાઈલ કોર્ટમાં હાજર થવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે

Porsche Accident CCTV: કાર 200 કિલોમીટરની ઝડપે હતી
પુણેમાં નોકરી કરતા મધ્યપ્રદેશના અનીશ અવધિયા અને અશ્વિની કોષ્ટા શનિવારે રાત્રે એક મિત્રને મળ્યા બાદ ઘરે જઈ રહ્યા હતા. ત્યારબાદ પોર્શ કારની ટક્કરથી તેનું મૃત્યુ થયું હતું. બંને વ્યવસાયે એન્જિનિયર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આરોપી 200 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને તેની પાસે નંબર પ્લેટ નહોતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, અશ્વિની હવામાં લગભગ 20 ફૂટ કૂદકો મારીને જમીન પર પડી ગયો. બાઇકને ટક્કર માર્યા બાદ અનિશ કૂદીને પાર્ક કરેલી કાર પર પડ્યો હતો. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. (Porsche Accident CCTV)
નશામાં ધૂત હતા નબીરા
સગીર તેના મિત્રો સાથે પબમાંથી પરત ફરી રહ્યો હતો, જ્યાં તેઓ ધોરણ 12 ની પરીક્ષા પાસ કર્યાની ઉજવણી કરવા પાર્ટી કરી રહ્યા હતા. તે બધા નશામાં હતા. પુણે શહેર પોલીસ કમિશનર અમિતેશ કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ અકસ્માતના સંબંધમાં, આરોપીના પિતા અને કિશોર/આરોપીને દારૂ પીરસનાર બાર સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 અને 77 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
શું કહે છે કાનૂન
જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ-75 મુજબ, બાળક પર વાસ્તવિક નિયંત્રણ અથવા ચાર્જ ધરાવતી વ્યક્તિ જો ઇરાદાપૂર્વક બાળક પર હુમલો કરે, તેને છોડી દે અથવા તેની અવગણના કરે અને તેની સાથે દુર્વ્યવહાર કરે, જેનાથી માનસિક અથવા શારીરિક બીમારી થાય તો તેને સજા થઈ શકે છે. કલમ 77 બાળકને આલ્કોહોલ અથવા માદક પદાર્થ આપવા સાથે સંબંધિત છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો