Porbandar Rain : બારેય મેઘ થયા ખાંગા , 24 કલાકમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ

0
209
Porbandar Rain
Porbandar Rain

Porbandar Rain : ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. 14 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્દશ્યો સામે આવ્યાં છે. પશુઓ તણાયા છે તો વાહનો ડૂબ્યા છે. ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. રેલવે ટ્રેક પણ ધોવાયો છે.

Porbandar Rain : 14 ઇંચ વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત

Porbandar Rain

 પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. માત્ર રાત્રીના જ પોરબંદર શહેરમાં છ ઈંચ, રાણાવાવમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.

Porbandar Rain

Porbandar Rain :  પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા. જીવનજરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું. રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે.

Porbandar Rain :  મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.  જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં કેટલાક ખેતમજૂરો ફસાયા હતા. ખેત મજૂરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ.

Porbandar Rain

Porbandar Rain :   ફાયર વિભાગે બોટના માધ્યમથી પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને રાતના અંધારામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું મકાનની છત પર આશ્રય લઈ રહેલા એક જ પરિવારના છ સભ્યોનું રેસ્ક્યુ કર્યુ હતું. એટલું જ નહીં આખી રાત ફાયર વિભાગના જવાનોએ જીવને જોખમમાં મુકીને વાડી વિસ્તારમાં ફસાયેલા 11 લોકોનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો