પોળોનું જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
પોળોમાં પ્રવાસીઓ ઉમટ્યાં
પોળોમાં પાણીના ઝરણાં અને સ્વચ્છ પાણીની નદીઓ
રજાઓમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે
ટ્રાફિકની સમસ્યા ઉકેલવા સ્થાનિકોની માંગ
સાબરકાંઠાનુ પોળો એટલે પ્રવાસી ઓ માટે જાણે કે ગુજરાતનુ કાશ્મીર, પોળો માં નવા વર્ષની રજાઓને લઇને રજાને માણવા માટે જાણે કે પ્રવાસીઓનો મેળો ઉમટતો હોય છે અને પ્રવાસીઓ થી ઉભરાતુ આ પોળોમાં લોકો કુદરત સાથે મઝા લેતા હોય છે હાલમાં પોળોમાં વેકેસેની રજાઓ પછીના દીવસોમાં પણ લોકો ઉમટી પડતા હોય છે તો વન ડેની પિકનીક માણતા હોય છે.
પોળો એટલે પૌરાણીક મંદીરો, જંગલ, નદી અને પર્વતો નો આહલાદ્ક સમુહ અહી જાણે પ્રાકૃતીક સ્વર્ગ નો અહેસાસ થાય છે…. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોળોનો વિસ્તાર કુદરતી સૌદર્ય માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે… અરવલ્લીના પર્વતોની ગીરીમાળા અને વણજના જંગલનો સમન્વય અહી સર્જાય છે અને એટલે જ આ સ્થળ સુંદર લાગે છે… પાણીના ઝરણાં અને સ્વચ્છ પાણીની નદીઓ એ પ્રવાસીઓના મન મોહી લે છે. રાજ્યભરમાંથી અહી પ્રવાસીઓ જાણે કે દીલ ખોલીને કુદરતને મળવા માટે જાણે અહી આવી પહોંચતાં હોય છે. જૈન મંદીરોનો કલાત્મક કોતરણી વાળો સમુહ પણ પ્રવાસીઓને અહી ખેંચી લાવે છે…આ જંગલોમાં લોકો ઘોડે સવારી સાયકલીગ કરવાની પણ મજા આવે છે જેને લઈ પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહિ ઉમટી પડે છે…
પોળો ના જંગલો અને પર્વતો ની સુંદરતાં એ પ્રવાસીઓ માટે આકર્ષણ છે. અહી પાણી સાથે રમવાની અને કુદરત સાથે મસ્તી કરવાની જાણે કે હ્રદયને સ્પર્શી જતી હોય છે અને એટલે જ અહી એકવાર આવતા પ્રવાસીઓ ફરી થી અહી અચુક આવતાં હોય છે…. અને એટલે જ આ સ્થળ પર જાણે કે ભક્તોની ભીડ વધતી જ જાય છે પ્રતિ દીન દશેક હજાર થી વુધુ લોકો હાલ પોળો ફોરેસ્ટ વિસ્તારની મુલાકાત લેતા હોય છે… છેલ્લા કેટલાંક સમય થી આ વિસ્તારમાં વધતી જતી પ્રવાસીઓની ભીડ ને લઇને હવે અહી પ્રવાસીઓ ને આકર્ષવા માટે હવે આ વિસ્તારમાં દર વર્ષે સુધારા વધારા કરાતાં રહે છે… તો તંત્ર દ્રારા અહિ પ્લાસ્ટિક બંધ કરવાનુ જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે જેને લઈને જંગલ અને પ્રાણીઓને નુકસાન ન થાય… તો રજાઓમાં અહિ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવે તેવી પણ સ્થાનિકોની માંગ ઉઠી છે…
પ્રવાસી ઓ માટે જાણે કે ગુજરાત માં ભરપુર પ્રવાસી સ્થળો છે અને એટલે જ રાજ્ય સરકાર પણ હવે પ્રવાસીઓ ને ગુજરાતમાં ખેંચી લાવવા માટે ટુરીઝમ પ્રયાસ કરે છે પણ પ્રવાસીઓએ પણ જાહેરનામો ભંગ ન કરે અને પોલો માં પ્લાસ્ટિક જેમ તેમ ન ફેકે તેનુ ધ્યાન રાખવું પડશે નઈ તો દંડ ભરવા પણ તૈયાર રહેવું પડશે…
વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ