સાવરકરના વિચારો લોકપ્રિય થશે તો કેટલાકે તેમની દુકાન બંધ કરવી પડશે : શિંદે

0
265

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, “મુંબઈના પશ્ચિમ ભાગમાં નિર્માણાધીન બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ હવે વી.ડી સાવરકરના નામ પર રાખવામાં આવશે. કેન્દ્રની જેમ જ રાજ્ય સ્તરે અપાતા વીરતા પુરસ્કારનું નામ પણ સાવરકરના નામ પર રાખવામાં આવશે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે જાણી જોઈને સાવરકરને બદનામ કરી રહ્યા છે. આવા લોકોને ડર છે કે જો સાવરકરના વિચારો સમાજમાં લોકપ્રિય થશે તો તેમને પોતાની દુકાનો બંધ કરવી પડશે. અંદાજ લગાવો કે તેઓ કેટલા ડરી ગયા છે કે સાવરકરના મૃત્યુના 57 વર્ષ પછી પણ તેઓ તેમનો વિરોધ કરી રહ્યા છે.”