Politics and Garmi : દેશની રાજનીતિ અને સૂર્ય નારાયણમાં લાગી છે રેસ… કોણ તોડશે વધુ રેકોર્ડ ?

0
416
Politics and Garmi
Politics and Garmi

Politics and Garmi : દેશમાં લોકસભા ચૂંટણીનો ગરમાવો છે, ત્યારે બીજીબાજુ ગુજરાત રાજ્યમાં હાયતોબા પોકારી ઉઠે તેવી ગરમી પડી રહી છે, એકબાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો આમ જનતાને ખટાખટ – ખટાખટ ખાતામાં પૈસા આપવામાં આવશે તેવી જાહેરાત કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ આપણા સુરજ દાદા પણ દરરોજ નવા નવા ખટાખટ-ખટાખટ ગરમીના રેકોર્ડ તોડી રહ્યા છે, દેશના વડાપ્રધાન ચૂંટણી પ્રચારમાં એટલા બધા વ્યસ્ત છે કે ભગવાન આદિનાથ સુરજદાદા પણ એમને જોઇને પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા હોય તેમ માત્ર ગરમી –ગરમી અને ગરમી જ આપી રહ્યા છે,   

Politics and Garmi

Politics and Garmi :  ભારતની રાજનીતિ અને સુરજ ભગવાન અત્યારે એકસાથે કોણ જીતે છે તેની હોડ લગાવીને બેઠા હોય તેમ લાગી રહ્યું છે, એકબાજુ ભારતીય જનતા પાર્ટી દેશમાં આ વખતે 400 પારની વાતો કરી રહ્યા છે તો તેમણે જોઇને સૂર્યદેવ પણ આ વખતે 46 ને પાર કહી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, આજે રાજ્યમાં 46 ડીગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,

Politics and Garmi

Politics and Garmi :  દેશની રાજનીતિ એટલી ગરમ થઇ ગઈ છે કે જાણે વિકાસનો મુદ્દો ભૂલી અત્યારે માત્ર જાતી ધર્મ પર ચૂંટણી લડાઈ રહિ છે,,,બસ આ બધું જોઇને ભગવાન સૂર્ય નારાયણે પણ નક્કી કરી લીધું હોય તેમ તે પણ પોતાનું મુખ્ય કામ આ પુર્થ્વીને પોષણ આપવાનું ભૂલી માત્ર આમ જનતાને ગરમીમાં શેકવાનું કામ કરી રહ્યા છે,,, જાણે એ પણ ભૂલી જ ગયા છે કે આ જનતા છે,, બિચારી ક્યાં સુધી સહન કરશે…?

Politics and Garmi

Politics and Garmi :  અંતમાં એક વાત તો રહી જ ગઈ… કે હવે ચૂંટણી પોતાના અંતિમ તબક્કામાં છે,, 2 તબક્કાની ચૂંટણી બાકી છે, અને પછી તરત પરિણામો આવશે અને દેશને મળી જશે નવા વડાપ્રધાન,,,, ભારતની રાજનીતિની પાસે શીખી રહેલા સુરજ દાદા તમે પણ આ વાતથી કઈ સમજ્યા કે નહિ ?? તમારા પણ હવે દિવસો ભરાઈ ગયા છે,, બસ હેવ થોડા દિવસ બાદ વરુણ દેવ પોતાની સવારી લઈને આવવાના જ છે, અને પછી તમે પણ ટાટા—બાય-બાય- ખતમ,,ગયા….                 

Politics and Garmi

Politics and Garmi :  શું છે હવામાન વિભાગની આગાહી

આતો થઇ રાજકારણ સાથે દેશ અને રાજ્યમાં પડી રહેલ હાહાકાર મચાવતી ગરમીની,,, પરંતુ જો હવામાન વિભાગનું માનીએ તો આગામી 2 દિવસ ગુજરાતમાં 42થી 46 ડિગ્રી તાપમાન પહોંચશે. અમદાવાદમાં આજે 45 ડીગ્રી સુધી પારો પહોંચશે  તો બીજીબાજુ સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 46 ડીગ્રી પહોંચશે,  ડીસામાં 45 ડીગ્રી પારો પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે,  

Politics and Garmi

ગ્રીન સીટી ગાંધીનગર પણ  ગરમીનો રેકોર્ડ તોડવા જઈ રહ્યુ છે, ગાંધીનગરમાં આજે પારો 45 ડીગ્રીને પાર જય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  હવામાન વેબસાઈટ એક્યુંવેધરનું માનીએ તો ખેડા આજે ગુજરાતની ગરમીના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા  છે.  ખેડામાં આજે 46 ડીગ્રીને પાર તાપમાન જાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે,  

Politics and Garmi :  અંબાલાલ પટેલની આગાહી શું કહે છે ?

ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં હુજ 2 દિવસ આકરી ગરમી પડશે. અંબાલાલ પટેલના કહ્યા અનુસાર 28 તારીખથી ગરમીમાં ધીરે ધીરે ઘટાડો થશે. આગામી 2 દિવસ ગુજરાતમાં 42થી 46 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં 46 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 45થી46 ડિગ્રી તાપમાન રહેશે. અરવલ્લી વિસ્તારમાં 44 ડિગ્રી તાપમાન રહેશે. પંચમહાલના ભાગોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે. કચ્છના ભાગોમાં 42 ડિગ્રીને પાર તાપમાન રહી શકે.   26 તારીખથી તાપમાનમાં ધીમો ઘટાડો થવાની શરૂઆત થશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો