સગીર વાહન ચાલકોને પકડવા સ્પેશિયલ ડ્રાઈવ,સ્કૂલ-ક્લાસીસ બહાર પોલીસ વોચ ગોઠવશે

0
62

વાહન ચલાવતા સગીરોને પકડવા ટ્રાફિક પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવશે. છેલ્લા 3 મહિનામાં સગીર સંતાનોએ કરેલા વાહન અકસ્મતાના 15 કિસ્સામાં માતા-પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે આઈપીસીની કલમ 199 મુજબ ફરિયાદ નોંધી છે. આ ગુનામાં 3 વર્ષ સુધીની જેલની સજા તેમજ 25 હજારના દંડની જોગવાઈ છે. મોટેભાગે માતા-પિતા સગીર સંતાનને સ્કૂલ કે ટ્યૂશન ક્લાસમાં જવા માટે વાહનો આપતા હોય છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર વગર લાઈસન્સે વાહન ચલાવતા આ સગીરોને લીધે અકસ્માત થવાનું જોખમ વધી જાય છે. આવા કિસ્સા રોકવા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ડ્રાઈવના ભાગરૂપે સ્કૂલો, ટ્યૂશન ક્લાસ જવાના રોડ પર ટ્રાફિક પોલીસ વોચ ગોઠવશે અને વાહન લઈને નીકળેલા સગીરને ઝડપી પાડવામાં આવશે.