NewsClick Case: ન્યૂઝક્લિક કેસમાં મોટું અપડેટ સામે આવી રહ્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસની ચાર્જશીટ તૈયાર કરી છે. સ્પેશિયલ સેલ શનિવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. પોલીસ ન્યૂઝક્લિક એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થ વિરુદ્ધ UAPA હેઠળ ચાર્જશીટ દાખલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 10 હજાર પેજની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.
એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થ વિરુદ્ધ UAPA હેઠળ FIR
ન્યૂઝક્લિક કેસમાં (NewsClick Case) , દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 17 ઓગસ્ટ 2023ના રોજ UAPA હેઠળ ન્યૂઝક્લિક અને તેના સ્થાપક વિરુદ્ધ FIR નોંધી હતી. ઓક્ટોબર 2023માં સ્પેશિયલ સેલે ન્યૂઝક્લિકના એડિટર સહિત અનેક પત્રકારો અને સામાજિક કાર્યકરોના ઘર પર દરોડા પાડ્યા હતા.
દિલ્હી પોલીસે 37 પુરૂષો અને 9 મહિલાઓની પૂછપરછ કરી હતી અને સાથે જ ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. પૂછપરછ બાદ સ્પેશિયલ સેલે ન્યૂઝક્લિકના સંપાદકો પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની ધરપકડ કરી હતી. આ કેસમાં હવે અમિત ચક્રવર્તી સરકારી સાક્ષી બન્યા છે.
NewsClick Case: શું છે સમગ્ર મામલો?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ત્રણ વર્ષ પહેલાં તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે મીડિયા પોર્ટલ ન્યૂઝક્લિકને વિદેશી દેશોમાંથી અંદાજે 38 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમ ન્યૂઝક્લિકને સતત ફંડિંગ કરી રહ્યા હતા. નેવિલ પર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC) સાથે સંબંધ હોવાનો આરોપ છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે ન્યૂઝક્લિકને ત્રણ વર્ષમાં 38 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું હતું. તિસ્તા સેતલવાડ સહિત ઘણા લોકોમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો