PNBએ રૂ. 2,000ની નોટ અંગે માર્ગદર્શિકા જારી કરી

0
148

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં રૂ. 2000ની નોટને તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. RBIએ લોકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે કે તેઓ 2000 રૂપિયાની નોટ બદલી શકે અથવા જમા કરી શકે. દરમિયાન, જૂના ફોર્મ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.તેના પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી હતી કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈપણ વ્યક્તિએ કોઈ આઈડી પ્રૂફ આપવાનું નથી કે કોઈ ફોર્મ ભરવાનું નથી. 2000 રૂપિયાની નોટ પણ એક જ વારમાં 20,000 રૂપિયા સુધી સરળતાથી બદલી શકાય છે. તે જ સમયે, SBI પછી હવે પંજાબ નેશનલ બેંક (PNB) એ પણ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેથી લોકોમાં કોઈ ગેરસમજ ન થાય. બેંક કહયુ છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈ આધાર કાર્ડ અથવા સત્તાવાર વેરિફાઈડ ડોક્યુમેન્ટ (OVD)ની જરૂર નથી. ઉપરાંત, કોઈપણ ફોર્મ ભરવાની જરૂર નથી. ઉપરાંત, કોઈપણ ફોર્મ ભરવાની જરૂર નથી. આ સંદર્ભે બેંકની તમામ શાખાઓને સૂચનાઓ આપવામાં આવી છે.