Arshad Nadeem: પાકિસ્તાન PM શાહબાઝના નિર્ણયે અરશદ નદીમને બનાવ્યા કરોડપતિ

0
443
Arshad Nadeem: પાકિસ્તાન PM શાહબાઝના નિર્ણયે અરશદ નદીમને બનાવ્યા કરોડપતિ
Arshad Nadeem: પાકિસ્તાન PM શાહબાઝના નિર્ણયે અરશદ નદીમને બનાવ્યા કરોડપતિ

Arshad Nadeem: પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનના ભાલા ફેંકનાર અરશદ નદીમ પર પુરસ્કારોની વર્ષા કરવામાં આવી રહી છે. અરશદ નદીમને રોકડ, કાર સહિત અનેક ભેટો મળી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અરશદ માટે ઈનામની જાહેરાત કરી છે.

Arshad Nadeem: પાકિસ્તાન PM શાહબાઝના નિર્ણયે અરશદ નદીમને બનાવ્યા કરોડપતિ
Arshad Nadeem: પાકિસ્તાન PM શાહબાઝના નિર્ણયે અરશદ નદીમને બનાવ્યા કરોડપતિ

અરશદને દેશનું બીજું સૌથી મોટું સન્માન

પાકિસ્તાનના વડા પ્રધાને નદીમ માટે દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન હિલાલ ઇમ્તિયાઝની પણ જાહેરાત કરી હતી. ઈસ્લામાબાદના જિન્નાહ સ્ટેડિયમ ખાતે અરશદ નદીમ હાઈ-પર્ફોર્મન્સ એકેડમીની સ્થાપનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાનના વડા પ્રધાને પાકિસ્તાની રૂપિયા 1 બિલિયનના સ્પોર્ટ્સ એન્ડોમેન્ટ ફંડની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી.

Arshad Nadeem ના કોચને પણ ઈનામ

મંગળવારે વડા પ્રધાન શેહબાઝ શરીફે 150 મિલિયન પાકિસ્તાની રૂપિયા (લગભગ 4.5 કરોડ રૂપિયા)ના રોકડ પુરસ્કાર અને અરશદ માટે નાગરિક પુરસ્કારની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, અરશદના કોચ સલમાન ઈકબાલ બટ્ટને 10 કરોડ પાકિસ્તાની રૂપિયાની મોટી રકમનું વચન પણ આપવામાં આવ્યું છે.

શાહબાઝ શરીફે કહ્યું કે શરીફે કહ્યું, “અરશદ નદીમ (Arshad Nadeem) ની સફળતા એ પુરતો પુરાવો છે કે મર્યાદિત સંસાધનો, મુશ્કેલીઓ અને પડકારો સફળતાના માર્ગમાં અવરોધ નથી.”

Arshad Nadeem: પાકિસ્તાન PM શાહબાઝના નિર્ણયે અરશદ નદીમને બનાવ્યા કરોડપતિ
Arshad Nadeem: પાકિસ્તાન PM શાહબાઝના નિર્ણયે અરશદ નદીમને બનાવ્યા કરોડપતિ

ઓલિમ્પિક 2024માં ભાલા ફેંકની ફાઈનલ મેચમાં અરશદે 92.97 મીટર ભાલા ફેંકી હતી. આ એક ઓલિમ્પિક રેકોર્ડ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો