PM Modi Receives UAE President:UAE પ્રેસિડેન્ટને PM મોદીએ પ્રોટોકોલ તોડીને રિસીવ કર્યા  કહ્યું- ‘મારા ભાઈને લેવા આવ્યો છુ

0
103
PM Modi Receives
PM Modi Receives

PM Modi Receives UAE President: યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સોમવારે સાંજે 4:30 વાગ્યે ભારત પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરાગત પ્રોટોકોલ તોડીને દિલ્હીના પાલમ એરપોર્ટ પર જાતે હાજર રહી તેમનું સ્વાગત કર્યું. PM મોદીએ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, હું મારા ભાઈને લેવા પોતે એરપોર્ટ આવ્યો છું.”

PM Modi Receives UAE President: PM મોદી-શેખ નાહયાન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક

PM Modi Receives UAE President

શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન થોડા સમયમાં PM મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે અને અંદાજે સાંજે 6 વાગ્યે ભારતથી રવાના થઈ જશે. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા મુજબ, બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, ઊર્જા તેમજ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે. આ બેઠક દરમિયાન કેટલીક મોટી ડીલ્સ પર પણ સહમતિ શક્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે.

PM Modi Receives UAE President:મિડલ-ઈસ્ટની સંવેદનશીલ સ્થિતિ પર ચર્ચા શક્ય

MEA મુજબ, બંને નેતાઓ મિડલ-ઈસ્ટની વર્તમાન સંવેદનશીલ સ્થિતિ પર પણ ચર્ચા કરી શકે છે. પશ્ચિમ એશિયામાં હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે, ખાસ કરીને યમનમાં UAE અને સાઉદી અરેબિયા વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભારત-UAE સંબંધો વધુ મજબૂત બનવાની શક્યતા

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને UAE વચ્ચે ઊર્જા પુરવઠા અંગે લાંબા સમયથી મજબૂત ભાગીદારી છે. લોકલ કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ અને બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટીના કારણે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બન્યા છે.
આ મુલાકાત ભારત-UAE કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને નવી દિશા આપશે અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગના નવા અવસર ખોલશે.

ભારત અને UAE વચ્ચે વર્ષ 1972માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા. બંને દેશો સંયુક્ત રાષ્ટ્ર, BRICS, I2U2 અને UFI જેવા બહુપક્ષીય મંચો પર પણ નજીકથી સહયોગ કરે છે.

UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારિક ભાગીદાર

UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારિક ભાગીદાર છે. બંને દેશો વચ્ચે 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થાય છે. આમાંથી UAEએ ભારતમાંથી આશરે 2 લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે. ભારત અને UAE વચ્ચે નાણાકીય ખાધ છે, કારણ કે ભારત UAE પાસેથી વધુ આયાત કરે છે અને નિકાસ ઓછી છે.

નાણાકીય વર્ષ 2022-23માં ભારતે UAE પાસેથી અંદાજે 4 લાખ કરોડ રૂપિયાની આયાત કરી હતી. બંને દેશો વચ્ચે વેપાર કરાર પર પણ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે.

PM Modi Receives UAE President

ભારત UAEને શું નિકાસ કરે છે?

ભારત UAEને મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનો, મેટલ, સ્ટોન, જેમ્સ એન્ડ જ્વેલરી, ખનિજો, અનાજ, ખાંડ, ફળો અને શાકભાજી, ચા, માંસ અને સીફૂડ, કાપડ, એન્જિનિયરિંગ મશીનરી ઉત્પાદનો અને રસાયણોની નિકાસ કરે છે.

 રાજકીય-રાજદ્વારી સંકેત

PM મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર UAE પ્રેસિડેન્ટનું સ્વાગત કરવું ભારત-UAE વચ્ચેના ઘનિષ્ઠ અને મિત્રતાપૂર્ણ સંબંધોને દર્શાવે છે. આ ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ મુલાકાતથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ બળ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :BJP National President Election: ભાજપ પ્રમુખ પદ માટે નીતિન નબીનનું નામાંકન પક્ષમાં મોટા ફેરબદલના સંકેત,