AAP ખતમ કરવાના ઈરાદે ખોટા કેસ ચલાવી રહયા છે PM મોદી – કેજરીવાલ

0
56
કેજરીવાલ AAP PM મોદી
કેજરીવાલ AAP PM મોદી

AAP પાર્ટીના જાણીતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ ફરીથી PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધીયું છે.દિલ્લીમાં કેજરીવાલ અમાનતુલ્લાને મળ્યા પછી પ્રેસ મીડિયા સમક્સ PM મોદી પર આરોપ લગાવતા કહ્યું કે ” PM મોદી AAP પાર્ટીને ખતમ કરવાના ઈરાદેથી ખોટા કેસો ચલાવી રહયા છે.

દિલ્લીથી કેજરીવાલે બુધવારે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીને નષ્ટ કરવા માટે એક અભિયાન ચાલુ કર્યું હોય એમ ખોટા કેસો અને ED નો દુર ઉપયોગ થઇ રહ્યો છે.કેજરીવાલે આવા દવા અમાનતુલ્લા ખાનને તેમના નિવાસસ્થાને મળ્યા બાદ કરયા હતા.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે ખાનના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.સત્તાવાર સુત્રોએ આપેલી માહિતી મુજબ EDએ ખાન અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં aap ધારાસભ્યના પરીસરે સર્ચ ઓપરેસન હાથ ધર્યું હતું.આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ માની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી.અને ૩-૪ જગ્યાઓમાં સર્ચ ઓપરેસન કરવામાં આવ્યું.

આપના વડાએ પત્રકારોને જણાવ્યું કે અમારા નેતાઓ વિરુદ્ધ ૧૭૦ કેસો થયા છે જેમાં ૧૪૦માં ચુકાદો આપવામાં આયો છે જે અમારી તરફેણમાં આયા છે.છેલ્લા કેટલાક મહિનાઓથી અમારા વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ ધરપકડ અને કેસો તથા રેડ પડવાનું શરુ કર્યું છે.આપને ખતમ કરવાના અભિયાન હોય એવા ભાગ રૂપે ખોટા દરોડા રોજ પાડવામાં આવે છે.ED, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શાસિત રાજ્યોમાં કોઈ તપાસ કરી રહી નથી.

કેજરીવાલનું કહેવું છે કે “ભાજપનો ઉદ્દેશ ભ્રષ્ટાચાર ખતમ કરવાનો નથી દેખાતો પણ એના સ્થાને વિપક્ષને હેરાન પરેશાન કરવાનો છે જેનાથી તેઓ કોઈ કામ જનતા માટે કરી જ ના શકે.અમે જોયું છે કે જેઓને પેહલા ભ્રષ્ટ કેહવાતા હતા તેઓ આજે ભાજપમાં ધોવાઈને ચોખ્ખા થઇ ગયા છે.તેઓ આજે ભાજપના મહત્વના હોદ્દા પર પણ જોવા મળે છે.ભ્રષ્ટ લોકોને વિપક્ષમાંથી પોતાની પાર્ટીમાં ભરતી કરે છે.આપ દેશભક્તોની પાર્ટી છે.દેશમાં ભયનું વાતાવરણ ઉભું થઇ ગયું છે.લોકો ભારત છોડીને બીજા દેશોમાં જઈ રહ્યા છે.”

જુઓ ફરી એક વાર મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ…

આવા અનેક સમાચારો જોતા રેહવા માટે વી.આર.લાઇવ ચેનલ અને વેબ્પોર્ટલ જોતા રહો