PM મોદી ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત પ્રવાસે, PM મોદી 26 અને 27 મેએ ગુજરાતમાં

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે PM નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે
PM મોદીઓપરેશન સિંદૂર બાદ સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક એક નિવેદનથી લઈ નિર્ણય બાબતે સતત દુનિયા અવગત થઈ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે PM મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જે પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ જિલ્લાની મુલાકાત લેશે.

PM મોદી 26 અને 27 મેએ ગુજરાતમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે આમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. જેમનું 26 મેએ ગુજરાતમાં આગમન થશે. 26 તારીખે ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. અત્રે જણાવીએ કે, PM પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.
CM નિવાસસ્થાને મોદી ના પ્રવાસ અનુસાર નેતાઓને જવાબદારી સોંપાઈ
CM નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. જે બેઠકમાં મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી રત્નાકર, હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. PMની મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે, ત્યારે તમામ તૈયારીઓ ચાલતા યોગ્ય વ્યવસ્થાને લઈ કેટલાક નેતાઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે.
Table of Contents
PM Modi કરશે કરણી માતા મંદિરના દર્શન, જાણો આ રહસ્યમયી મંદિરની માન્યતા
radhanpur : ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ હતી , #રાધનપુર , #opertionsindoor
Weather Forcast by – Ambalal Patel ગુજરાતમાં વરસાદની મોટી આગાહી ગાભા કાઢશે વરસાદ અંબાલાલ પટેલ