PM Modi OBC Cast Claim : રાહુલનો pm મોદી પર પ્રહાર કહ્યું મોદી જનરલ કેટેગરીમાં જન્મ્યા હતા

0
245
PM Modi OBC Cast Claim
PM Modi OBC Cast Claim

PM Modi OBC Cast Claim : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદીની જાતિને લઈને તેમના પર આકરા પ્રહાર કર્યા છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી ઓબીસી (OBC)  જાતિમાં જન્મ્યાં નહોતાં પરંતુ એ તો જનરલ કેટેગરી (સામાન્ય જાતિ) માં પેદા થયા હતા પરંતુ ભાજપવાળા એમ બોલીને લોકોને મૂર્ખ બનાવે છે કે વડાપ્રધાન OBC કેટેગરીમાં જન્મ્યાં હતાં. 

PM Modi OBC Cast Claim

PM Modi OBC Cast Claim  : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી જાતિમાં જન્મ્યા નથી. રાહુલે કહ્યું, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કહે છે, “PM મોદીનો જન્મ OBC કેટેગરીમાં થયો નથી. તેઓ ગુજરાતની તેલી જાતિમાં જન્મ્યા છે. આ સમુદાયને વર્ષ 2000માં ભાજપ દ્વારા OBC ટેગ આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો.

PM Modi OBC Cast Claim : રાહુલ ગાંધીએ વધુમાં એમ પણ કહ્યું કે મને ખબર છે કે તેઓ ઓબીસી નથી, કારણ કે તેઓ ઓબીસીને ગળે લગાવતા નથી. તેઓ જાતિ ગણતરી નહીં કરાવે કારણ કે તેઓ ઓબીસી છે જ નહીં. કરોડોનો સૂટ પહેરે છે અને પોતાને ગરીબ અને ફકીર કહે છે. સવારે નવો ડ્રેસ, સાંજે નવો ડ્રેસ, અને રોજ નવો નવો ડ્રેસ પહેરે છે અને પોતાને ઓબીસી કહે છે. 

PM Modi OBC Cast Claim

PM Modi OBC Cast Claim  : ભાજપે આપ્યો વળતો જવાબ

રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે જડબાતોડ જવાબ આપ્યો છે. ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે રાહુલ ગાંધી વોટબેંકની, તૃષ્ટિકરણી રાજનીતિ રમી રહ્યા છે. રાહુલ ગાંધીએ ઓબીસી સમાજનું ફરી એકવાર અપમાન કર્યું છે. નરેન્દ્ર મોદીએ 2024ની ચૂંટણીમાં આ દેશનો યુવા આગામી 25 વર્ષમાં નેતૃત્વ વધે તેવી કલ્પના કરી છે. રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે. OBC સમાજ ને ચોર કહેવા, તેમનું અપમાન કરવું. 2000 ના વર્ષમાં મોદી મુખ્ય મંત્રી નહતા. 25 જુલાઈ 1994માં તેલી સમાજનો OBCમાં સમાવેશ કર્યો હતો. રાહુલ ગાંધીના એક બાદ એક નિવેદનથી તેમની શું સ્થિતિ થઈ છે તે આખા દેશ ને ખબર છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने