PM MODI LUNCH: સાંસદોને ફોન આવ્યો અને કહ્યું- PM તમને મળવા માગે છે

0
275
PM MODI LUNCH
PM MODI LUNCH

PM MODI LUNCH: ‘આજે હું તમને સજા આપું છું’ કહીને પીએમ મોદી સાંસદોને કેન્ટીનમાં લઈ ગયા 

વડાપ્રધાન મોદી તેમની નિખાલસતા અને સરપ્રાઈઝ માટે ઓળખવામાં આવે છે. તેઓ ભલે ટુર પર હોય કે તેમના ઘરે, કે ભલે રાજકારણમાં. મોટાભાગે તેઓ કોઈને કોઈ રીતે સરપ્રાઈઝ આપી જ દેતા હોય છે. સાથે જ તેમની સાથે કામ કરતા લોકો જણાવે છે કે તેઓ અનુશાસનપ્રિય છે. તેમના રૂટીનમાં પણ તેઓ અનુશાસનનું પાલન કરતા હોય છે. અને પછી બાળકો સાથે વાતચીત હોય કે નેતા, કે કાર્યકર્તાઓ જોડે તેઓ આનું પાલન કરવા જરૂરથી કહેતા હોય છે.

ત્યારે શુક્રવારે એક સરપ્રાઈઝ સાંસદોને પણ મળ્યું. શુક્રવારે બપોરે સાંસદો પાસે ફોન આવ્યો કે વડાપ્રધાન મોદી તેમને મળવા માગે છે. 

મળવા માટે ફોન આવ્યો

વડાપ્રધાન મોદીની ઓફિસથી શુક્રવારે બપોરે આઠ સાંસદોને ફોન આવ્યો કે વડાપ્રધાન મોદી આજે જ તમને મળવા માગે છે. જો કે, ફોનકોલ પર તેમને કેમ મળવા માગે તે વિશે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. 

પીએમઓ તરફથી ફોન આવ્યા બાદ તમામ આઠ સાંસદો વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યા હતા.

પીએમ મોદી લંચ માટે લઈ ગયા

વડાપ્રધાન મોદીના ઓફિસથી ફોન આવ્યા બાદ તમામ સાંસદો તેમના કાર્યાલય પહોંચ્યા. ત્યારે વડાપ્રધાને કહ્યું ચલો આજે હું તમને એક સજા આપું.  ત્યારબાદ વડાપ્રધાન વિવિધ પક્ષોના સાંસદોને પોતાની સાથે નવા સંસદ ભવનની કેન્ટીનમાં લઈ ગયા અને લંચ લીધું. 

PM MODI LUNCH : આઠ સાંસદો કોણ હતા

પીએમ મોદી સાથે લંચ લેનારા સાંસદોના નામ કેન્દ્રીય મંત્રી એલ મુરુગન, BSPના રિતેશ પાંડે, મહારાષ્ટ્રના સાંસગ હીના ગાવિત, કોનિયાક, એન પ્રેમચંદ્રન,BJDના સસ્મિત પાત્રા,TDPના રામ મોહન નાયડુ અને લદ્દાખ સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ છે.

GF44prKXcAAkd3d

વડાપ્રધાન સાથે શું જમ્યા સાંસદો?

સાંસદોએ વડાપ્રધાન સાથે લંચ બાદ જણાવ્યું કે વડાપ્રધાન સાથે વાતચીત કરતા તેમણે કેન્ટિનમાં દાળ, ભાત, તલના લાડવા ખાધા હતા.

GF44nP8XQAAePnR

શું ચર્ચા થઈ?

GF44oUUWwAAX7Mh

સાંસદો લગભગ એક કલાક સુધી પીએમ મોદી સાથે કેન્ટીનમાં રહ્યા હતા. આ દરમિયાન જ્યારે સાંસદોએ વડાપ્રધાનને તેમના અનુભવો વિશે પૂછ્યું તો વડાપ્રધાન પોતાના અંગત અનુભવો અને સૂચનો શેર કર્યા. સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. પરંતુ તેમની નવાઝ શરીફ સાથે મુલાકાત માટે અચાનક પાકિસ્તાન વિઝીટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ફોરેન ટ્રીપ વિશે વાતો કરી હતી.

શું કહ્યું પીએમ મોદીએ?

સાંસદો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું પણ સામાન્ય માણસ છું. હું હંમેશા વડાપ્રધાન જેવું વર્તન કરતો નથી અને હું લોકો સાથે વાત પણ કરું છું. આવી સ્થિતિમાં આજે મને તમારા લોકો સાથે ચર્ચા કરીને ભોજન કરવાનું મન થયું. આ કારણોસર મેં તમને બધાને બોલાવ્યા.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો