PM Modi in Rajya Sabha:’ટીમ ઈન્ડિયા’ની કસોટી, PM મોદીએ રાજ્યસભામાં વૈશ્વિક શાંતિનો હુંકાર કર્યો

0
133
PM Modi in Rajya Sabha
PM Modi in Rajya Sabha

PM Modi in Rajya Sabha:લોકસભા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની ગંભીર સ્થિતિ પર સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ આ સંકટને કેન્દ્ર અને રાજ્ય સરકારો એટલે કે ‘ટીમ ઈન્ડિયા’ માટે એક મોટી પરીક્ષા ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે ભારતે શાંત મનથી દરેક પડકારોને ઝીલવાના છે.

PM Modi in Rajya Sabha: પીએમ મોદીનું સંબોધન

PM Modi in Rajya Sabha:
  • સપ્લાય ચેઈન પર અસર: પીએમએ ચિંતા વ્યક્ત કરી કે પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ભારતના વેપાર માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે. ખાસ કરીને ગેસ, તેલ અને ફર્ટિલાઇઝર (ખાતર) ના પુરવઠા પર તેની અસર પડી રહી છે.
  • હોર્મુઝ સ્ટ્રેટનો પડકાર: વિશ્વ વેપારના સૌથી મહત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો અને ક્રૂ ફસાયેલા છે. પીએમએ કહ્યું કે, “વ્યાપારી જહાજો પર હુમલો અસ્વીકાર્ય છે” અને ભારત આ માર્ગ ખોલવા માટે સતત રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે.
  • ઊર્જા સુરક્ષા: ભારતે છેલ્લા 10 વર્ષમાં પોતાની રણનીતિ બદલી છે. પહેલા ભારત 27 દેશોમાંથી ઊર્જા આયાત કરતું હતું, જે હવે વધીને 41 દેશો થઈ ગઈ છે. પીએમએ દેશને ખાતરી આપી કે ભારત પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો ભંડાર અને સપ્લાયની વ્યવસ્થા છે.
  • ભારતીયોની સુરક્ષા: વડાપ્રધાને જણાવ્યું કે અત્યાર સુધીમાં 3.75 લાખથી વધુ ભારતીયો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે. ઈરાનથી આવેલા 1000 ભારતીયોમાં 700 થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓ છે.

“ભારતની સંસદના ઉપલા ગૃહમાંથી શાંતિ અને સંવાદનો એકજુટ અવાજ આખી દુનિયા સુધી પહોંચવો જરૂરી છે. કોઈના પણ જીવન પરનું સંકટ માનવતાના હિતમાં નથી.” — પીએમ નરેન્દ્ર મોદી

PM Modi in Rajya Sabha:

PM Modi in Rajya Sabha: સંરક્ષણ મંત્રીએ તૈયારીઓની સમીક્ષા કરી

બીજી તરફ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક યોજી હતી. જેમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે ભારતની સંરક્ષણ સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી. રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે આ વૈશ્વિક સંકટનો ઉકેલ માત્ર વાટાઘાટો અને કૂટનીતિ‘ (Dialogue and Diplomacy) દ્વારા જ લાવી શકાય છે.

PM Modi in Rajya Sabha: નિષ્કર્ષ

સરકાર અત્યારે બેવડી રણનીતિ પર કામ કરી રહી છે: એક તરફ મુત્સદ્દીગીરી દ્વારા યુદ્ધ રોકવા અને વેપાર માર્ગો ખોલવા માટે અમેરિકા, ઈઝરાયેલ અને ગલ્ફ દેશો સાથે સંપર્કમાં છે, તો બીજી તરફ દેશમાં ઈંધણ અને ખાતરની અછત ન સર્જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ મજબૂત કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ગુજરાત માટે ઐતિહાસિક સોનેરી દિવસ: વિધાનસભામાં આજે UCC બિલ રજૂ થશે, જાણો લગ્ન નોંધણી અને મિલકત હકના નવા નિયમો