PM Modi in Jamnagar : વડાપ્રધાન મોદીનો લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો બીજો દિવસ છે. ગઇકાલે મોદીએ ઉત્તર ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. આજે મોદીએ આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને હવે જામનગરમાં પહોંચ્યા હતા. ક્ષત્રિયોના આંદોલનના વચ્ચે વડાપ્રધાન મોદીએ જામનગરના રાજા જામસાહેબ સાથે મુલાકાત કરી હતી.
PM Modi in Jamnagar : રાજ્યમાં હાલ ક્ષત્રિયોનું આંદોલન ચરમપર છે, એમાં સૌથી વધુ વિરોધ જામનગરમાં જોવા મળી રહ્યો છે ત્યારે વડાપ્રધાને જામનગર સભામાં સંબોધન પહેલા ક્ષત્રિયોને રીઝવવા માટે રાજા મહારાજાઓના વખાણ કરતા જોવા મળ્યા હતા.
PM Modi in Jamnagar : ક્ષત્રિયોને રીઝવવા વડાપ્રધાન બોલ્યા મીઠા બોલ
તેમણે કહ્યું કે, ગુજરાતે વર્તમાનમાં દેશ માટે જેટલું યોગદાન આપ્યું છે. તેટલું યોગદાન અતિતમાં પણ આપ્યું છે. જામનગરના મહારાજા દિગ્વિજયસિંહે પોલેન્ડના નાગરીકોને દ્વિતિય યુદ્ધમાં જામનગરમાં શરણ આપ્યું હતું. આજે પણ પોલેન્ડની પાર્લામેન્ટનું પ્રથમ સત્ર હોય ત્યારે જામનગર અને દિગ્વિજયસિંહનું સ્મરણ કરવામાં આવે છે. તેમણે જે બીજ રોપ્યા છે તેના કારણે ભારતના સંબંધ પોલેન્ડ સાથે સારા છે. જામસાહેબના પરિવાર સાથે મારો નાતો રહ્યો છે. આજે અહીં આવતી વખતે હું તેમના આશીર્વાદ લેવા ગયો હતો. મને પાઘડી પહેરાવી હતી. જામસાહેબ જ્યારે વિજયી ભવઃ કહે ત્યારે વિજય નિશ્ચિત થઇ જાય છે.
PM Modi in Jamnagar : તેમણે વધુંમાં કહ્યું કે, આપણા દેશના રાજા-મહારાજાએ અખંડ ભારત બનાવવા માટે રાજ-પાટ આપી દીધું હતું. તેમના યોગદાનને દેશ ભૂલી શકે નહીં. આઝાદીના 75 વર્ષ પછી પણ ઇતિહાસની આ મહત્વપૂર્ણ ઘટનાને નકારી દેવામાં આવી. આજે શહેઝાદા જે ભાષા બોલે છે તેને દેશ સ્વીકારશે. ભારતની એકતામાં સરદાર પટેલનું જે યોગદાન છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવ્યું. ત્યાંજ દેશની એકતા માટે યોગદાન આપનારા રાજ પરિવારનું મ્યુઝિયમ બનાવું છું. આ સન્માન આપવાનો વિચાર કોઇને ન આવ્યો અમને આવ્યો. હું ઇતિહાસ મહાનતાને પૂજનારા લોકોમાંથી છું. જે ઇતિહાસ ભૂલી જાય છે, તે ક્યારેય ઇતિહાસ નથી બનાવી શકતા.
PM Modi in Jamnagar : ભૂચરમોરીના યુદ્ધને યાદ કર્યું
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભૂચર મોરીના યુદ્ધની વાત.મને ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. મને કોઇએ કાનમાં કહ્યું કે, અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો અમારું કર્તવ્ય છે એટલે આવ્યા છીએ. કોઇ મુખ્યમંત્રી ન આવે. અમે બધા મુખ્યમંત્રીમાં ટ્રાય કર્યો છે. જ્યાં આટલા બધા વીરો શહીદ થયા. જેમના પાળિયા પૂજાતા હોય. મુખ્યમંત્રીના કાનમાં ભેળવી દો તો તમારું મુખ્યમંત્રી પદ જતુ રહે છે. એટલે કોઇ મુખ્યમંત્રી આવતા ન હતા. મારા ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી. એટલે હું આવ્યો અને ખુબ ઠાઠથી એ કાર્યક્રમને મે વધાવ્યો પણ ખરો.
PM Modi in Jamnagar : વડાપ્રધાને જણાવ્યું હતું કે, તમને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા. મુખ્યમંત્રી પાઘડી પહેરાવા જતા હતા તો મે કહ્યું કે આના પર પાઘડી પહેરાવો. મારાથી આ પાઘડી ઉતારાય એમ નથી. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. મારું સૌભાગ્ય છેકે મારા પર તેમનો અનન્ય પ્રેમ રહ્યો છે. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કંઇ બાકીજ ન રહે. એટલે મારા માટે તો જામસાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વડાપ્રધાન બન્યા પછી મે સેટલાઇટથી સર્વે કરાવ્યો અને આપણી આસપાસ 1300થી વધુ દ્વીપ છે અને તેમાંથી કેટલાક સિંગાપોરથી મોટા છે. મે નક્કી કરી લીધું છેકે હું આ દ્વીપોને ડેવલપ કરીશ. પ્રવાસીઓને ક્યાંય જવાની જરૂર નહીં રહે. પણ કોંગ્રેસ તો હિમાલયનો પણ સોદો કરી નાખે એવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો