PM MODI IN ANAND : વડાપ્રધાન મોદીએ આજે આણંદમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે મુખ્યમંત્રી તરીકે ઘણા વર્ષો સુધી આપની સેવા કરી છે. ગુજરાતમાં ચૂંટણી લડ્યો પણ અને લડાવી પણ છે. આણંદમાં આજે કેસરિયા સાગર જેવો માહોલ છે. આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા રેકોર્ડ તોડશે. સરદાર સાહેબની ભૂમિમાં જે શીખ્યો તે મને કામ લાગે છે.
PM MODI IN ANAND : લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદની ધરતી પરથી સભાને સંબોધી હતી. આ સભામાં તેઓએ કોંગ્રેસને આડાહાથે લીધી હતી. સાથે તેઓએ કોંગ્રેસને ખુલ્લી ત્રણ ચેલેન્જ પણ આપી હતી. આવો જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને શું ચેલેન્જ આપી છે.
PM MODI IN ANAND : આણંદમાં વડાપ્રધાનની કોંગ્રેસને ત્રણ ચેલેન્જ આપી
1). દેશને લેખીતમાં ગેરન્ટી આપે કે તેઓ તેઓ સંવિધાન બદલીને ધર્મના આધારે મુસલમાનોને અનામત નહીં આપે. દેશના ભાગલા પાડવાનું કામ નહીં કરે.
2). કોંગ્રેસ દેશને લેખીતમાં આપે કે તેઓ ST, SC, OBCને મળતા અનામતમાં કોઈ છેડછાટ નહીં કરે. તેઓનો અધિકાર નહીં છીનવે. લૂંટ નહીં કરે.
3). કોંગ્રેસ દેશને લેખિતમાં ગેરન્ટી આપે કે જે જે રાજ્યોમાં કોંગ્રેસની કે તેના સાથીઓની સરકાર છે તેઓ ક્યારેય વોટબેન્કની ગંદી રાજનીતિ નહીં કરે. તેઓ પાછળના દરવાજે થી ઓબીસીનો ક્વોટા કાપીને મુસલમાનો ને અનામત નહીં આપે.
PM MODI IN ANAND : કલમ 370 હટાવીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરદાર સાહેબ જલ્દી જતા રહ્યા તેનું મને ખુબ જ દુઃખ છે. કૉંગ્રેસના શહેઝાદા બંધારણ માથા પર રાખી નાચી રહ્યા છે. કલમ 370 હટાવીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને સરદાર સાહેબનું સપનું પુર્ણ કર્યુ છે.
PM મોદીના પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કર્યા હતા. પાકિસ્તાનનું આજે ટાયર પંચર થઈ ગયુ છે. આતંકી એક્સપોર્ટ કરનાર આજે લોટ માટે તરસી રહ્યો છે. જેના હાથમાં બોમ્બ હતા, તેના હાથમાં આજે કટોરો છે. અમે આતંકીઓને ઘરમાં ઘૂસીને મારીએ છીએ. અહીં કૉંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રડી રહ્યું છે. કૉંગ્રેસ માટે હવે પાક.નેતા દુઆ કરી રહ્યા છે. પાકિસ્તાન અને કૉંગ્રેસની પાર્ટનરશીપ ખુલ્લી પડી ગઈ છે. દુશ્મનોને આજે ભારતમાં મજબૂત નહીં, કમજોર સરકાર જોઈએ છે. કૉંગ્રેસના શહેઝાદાને PM બનાવવા પાક. પ્રાર્થના કરી રહ્યું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો