PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને રિસિવ કરવા રાજ્યના મુખ્યમંત્રી અને શહેરના મેયર પ્રતિભા જૈન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી વાળીનાથ ધામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

PM Modi Gujarat Visit : અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM મોદીએ હાજરી આપીને અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ. તેઓએ GCMMFની સુવર્ણ જયંતી પર તમામને શુભકામના આપી. તેમજ ડેરી ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ લોકોનું અભિવાદન કર્યું. ત્યારે અમદાવાદથી તેઓ સીધા મહેસાણાના વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચ્યા છે. ખુલ્લી જીપમાં લોકોનુ અભિવાદન ઝીલતા પીએમ મોદી મંદિર સુધી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીની મહાશિવલિંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરીથી માહોલ ભક્તિમય બન્યો છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થયા છે.
PM Modi Gujarat Visit : પોતાના સંબોધનની શરૂઆતમા જ વડાપ્રધાને કહ્યું કે, આજે વાળીનાથે વટ પાડી દીધો. પહેલા અનેકવાર અહી આવ્યો છું, પણ આજે અનેરો ઉત્સાહ છે. મોસાળમાં આવીએ ત્યારે આનંદ અનેરો હોય. દુનિયા માટે આ વાળીનાથ તીર્થ છે, પરંતુ રબારી સમાજે માટે તે પૂજ્ય ગુરુગાદી છે. દેવ સેવા અને દેશ સેવા આજે એક સાથે થઈ રહી છે. પાવન કાર્ય સંપન્ન થયું છે, તો વિકાસ સાથે જોડાયેલા પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. જે રેલ, રોડ, પોર્ટ, ટ્રાન્સપોર્ટ, પાણી, રાષ્ટ્રીય સુરક્ષા, શહેરી વિકાસ, ટુરિઝમ જેવા અનેક વિકાસકાર્યો સાથે જોડાયેલા છે. તેનાથી લોકોનુ જીવન સરળ થશે.

PM Modi Gujarat Visit : મોદીની ગેરન્ટીનો લક્ષ્ય સમાજના છેવાડા સુધીના લોકોના જીવનમાં સુધારો લાવવાનો
pm મોદીએ વધુ માં કહ્યું કે મોદીની ગેરન્ટીનો લક્ષ્ય સમાજના છેવાડા સુધીના લોકોના જીવનમાં સુધારો લાવવાનો છે. માટે દેશમાં એક બાજુ દેવાલય બની રહ્યા છે તો બીજી બાજુ કરોડો લોકોના પાકા ઘર પણ બની રહ્યા છે. આજે દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન મળી રહ્યું છે, જેથી ગરીબના ઘરનો ચુલો ચાલુ રહે. આજે દેશમાં 10 કરોડ નવાપરિવારોને નળમાંથી જળ મળવાનું શરૂ થઈ ગયું છે. આ એવા ગરીબ પરિવારો માટે અમૃતથી ઓછું નથી કે જેમને પાણી માટે તો દૂર દૂર જવું પડતું હતું.

PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીનો કોંગ્રેસ ઉપર હુમલો
PM મોદીનો કોંગ્રેસ ઉપર મોટો હુમલો- કહ્યું- સોમનાથ જેવા મંદિરને વિવાદાસ્પદ બનાવ્યા, રામના અસ્થિત્વ પર પ્રશ્નો કર્યાં હતો. વડનગરમાં 2800 વર્ષ અગાઉ લોકો વસવાટ કરતા હોવાના પૂરાવા મળ્યા છે. આપણને આપણા દેશના સમૃદ્ધ અતિત પ્રત્યે ગર્વ છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे