અરુણાચલ પ્રદેશનો વિકાસ પીએમ મોદીએ કર્યો:ચૌના મેને

0
71

અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન ચૌના મેને કહ્યું કે 2014માં જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા છે ત્યારથી રાજ્યનો અને પૂર્વોત્તરનો વિકાસ સતત થઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જનસંપર્ક અભિયાન અંતર્ગત પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા માળખાગત સુવિધાઓનું નિર્માણ દ્વારા પૂર્વોત્તર રાજ્યોએ વિકાસમાં હરણફાળ ભરી છે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે પીએમ મોદીએ વિકાસના છ સ્થંભનો ખ્યાલ પૂર્વોત્તર રાજ્યોને આપ્યો છે. જેમાં રોડ,પાણી ,એરવેઝ,રેલ્વે, ડિજીટલ સેવાઓ,હાઇડ્રોપાવર ,વિગેરે સુવિધાઓ અમારા પ્રદેશને મળી છે . આ ઉપરાંત રાજ્યમાં અમારી સરકારને 7 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.

અહી આપને જણાવી દઈએકે અરુણાચલ પ્રદેશના પ્રવાસે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહ ગયા હતા . જયારે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ પરના અનેક ક્ષેત્રો પર દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ભારત સરકારે તે દાવાને ફગાવી દીધો હતો. કેન્દ્ર સરકાર દેશના સરહદ પર આવેલા ગામોનો સતત વિકાસ કરી રહી છે ખાસ કરીને પૂર્વોત્તર પ્રદેશમાં કારણકે પર્વતોથી ઘેરાયેલા અને ગાઢ જંગલ તથા સ્થાનિક સંસ્કૃતિ સીમા પારના લોકો સાથે ભળતી આવે છે અને ઘુસણખોરોને ઓળખવામાં ક્યારેક મુશ્કેલી ઉભી થાય છે. પરંતુ અરુણાચલ પ્રદેશના સીમા પરના ગામમાં ભારતીય સુરક્ષા દળોને સહેલાઈથી દરેક સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રોડ,વીજળી અને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવવા માટે ડેવલોપમેન્ટ કામો શરૂ કર્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ