PM Modi Dedicates ₹19,806 Crore Projects to : અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ખુલ્લો મૂક્યો, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન

0
112
PM Modi Dedicates ₹19,806 Crore Projects to Gujarat
PM Modi Dedicates ₹19,806 Crore Projects to Gujarat

PM Modi Dedicates ₹19,806 Crore Projects to Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31મી માર્ચ, 2026ના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. એક જ મહિનામાં બીજીવાર ગુજરાત આવેલા પીએમ મોદીએ રાજ્યના પાયાના માળખાકીય સુવિધાઓ અને ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવનારા કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.

PM Modi Dedicates ₹19,806 Crore Projects to Gujarat: અમદાવાદથી ધોલેરા હવે માત્ર 45 મિનિટમાં

પીએમ મોદીએ વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કર્યા હતા. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે’ (NE-8) રહ્યું હતું.

  • ખર્ચ: ₹5,100 કરોડથી વધુ.
  • લંબાઈ: 109 કિમી.
  • ફાયદો: આ હાઈવે કાર્યરત થવાથી અમદાવાદથી ધોલેરાનું અંતર હવે માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે.

PM Modi Dedicates ₹19,806 Crore Projects to Gujarat: સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: ‘ભારતનો ટેકેટ’

PM Modi Dedicates ₹19,806 Crore Projects to Gujarat

બપોરે 2 વાગ્યે વડાપ્રધાને સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે:

હું આ દાયકા (Decade) ને ભારતનો ટેકેટ’ (Techade)કહું છું. AI મામલે ભારત દુનિયામાં સૌથી આગળ છે. 21મી સદીનું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં, પરંતુ બદલાવનું નેતૃત્વ કરી રહ્યું છે.”

PM Modi Dedicates ₹19,806 Crore Projects to Gujarat: આધ્યાત્મિક શરૂઆત ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ

દિવસની શરૂઆતમાં પીએમ મોદીએ ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જયંતી નિમિત્તે **‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’**નું લોકાર્પણ કર્યું હતું. તેમણે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ટોરેન્ટ ગ્રુપના માલિક સુધીર મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : અમદાવાદ સાબરમતીમાં જાણે ‘ગૃહ ઉદ્યોગ’ ચાલતો હોય તેમ ઘરમાં જ દેશી દારૂનું પેકિંગ, મહિલાઓ સાથે બુટલેગરનો વીડિયો વાયરલ