PM Modi :’દેશ જાણે છે તમે નગ્ન છો, તો કપડાં ઉતારવાની શું જરૂર હતી?’: AI સમિટમાં કોંગ્રેસના વિરોધ પર PM મોદીનો તીખો પ્રહાર

0
107
PM Modi

PM Modi :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી-મેરઠ RRTS (રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) ના બાકીના ભાગોનું ઉદ્ઘાટન કર્યા બાદ એક જનસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન કોંગ્રેસ નેતાઓના કપડાં ઉતારીને કરેલા વિરોધ (શર્ટલેસ પ્રોટેસ્ટ) ને PM મોદીએ વૈશ્વિક સ્તરે ભારતનું અપમાન ગણાવ્યું હતું.

PM Modi :”AI સમિટ ભાજપનો નહીં, દેશનો કાર્યક્રમ હતો”

PM Modi

PM મોદીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ભારત જ્યારે વિશ્વના સૌથી મોટા AI સંમેલનની યજમાની કરી રહ્યું હતું, જેમાં 80% થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર હતા, ત્યારે કોંગ્રેસે તેને ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધો. તેમણે કહ્યું, “આ ભાજપનો કાર્યક્રમ નહોતો, ભારતનો કાર્યક્રમ હતો. પણ કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમ ભારતની સફળતાને પચાવી શકતી નથી.”

PM Modi :કોંગ્રેસની ‘નગ્નતા’ પર કટાક્ષ

કોંગ્રેસ નેતાઓના શર્ટલેસ વિરોધ પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું:

“હું કોંગ્રેસવાળાને પૂછવા માંગુ છું કે દેશ તો જાણે જ છે કે તમે પહેલાથી જ (વિચારોથી) નગ્ન છો, તો પછી વિદેશી મહેમાનો સામે કપડાં ઉતારવાની શું જરૂર પડી? આ બતાવે છે કે દેશની સૌથી જૂની પાર્ટી કેટલી ગરીબ અને દિવાળિયું બની ગઈ છે.”

PM Modi :”મારી કબર ખોદવા માંગે છે આ લોકો”

વડાપ્રધાને ભાષણમાં ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું કે, કોંગ્રેસ નેતાઓ મોદી પ્રત્યેની નફરતમાં તમામ મર્યાદાઓ ઓળંગી ગયા છે. તેમણે કહ્યું:

  • “આ લોકો મારી કબર ખોદવા માંગે છે.”
  • “મારી માતાને પણ ગંદી ગાળો આપી છે.”
  • “તમે ભાજપ અને NDA નો વિરોધ કરો ત્યાં સુધી ઠીક છે, પણ વિદેશી મહેમાનો સામે દેશને બદનામ કરવાનું કૃત્ય અક્ષમ્ય છે.”

વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડાઈ

PM એ વધુમાં ઉમેર્યું કે દુનિયાના વિકાસશીલ દેશોમાં આવું મોટું સંમેલન ક્યારેય થયું નથી. વિદેશી પ્રતિનિધિઓની હાજરીમાં કોંગ્રેસના આવા કૃત્યને કારણે આજે સમગ્ર દેશમાં કોંગ્રેસની નીતિઓ પર ‘થૂ-થૂ’ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :સુરતમાં મુખ્યમંત્રીના હસ્તે જ્ઞાન અને પ્રકૃતિના ‘ત્રિવેણી સંગમ’નું ઉદ્ઘાટન: ‘મન કી બાત’ કાર્યક્રમમાં આપી હાજરી