PM in SURAT : વડાપ્રધાન મોદી રવિવારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, PM નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે ગુજરાતના સુરત શહેરની મુલાકાત લેશે અને વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, વડાપ્રધાન મોદી 17મી ડિસેમ્બરે સવારે 10:45 કલાકે સુરત એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. સવારે લગભગ 11:15 વાગ્યે PM સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ વારાણસી પ્રવાસ માટે રવાના થશે.
PM IN SURAT : સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે.
PM સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે અને તેમાં પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે અને વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ પેસેન્જર્સ સુધી પહોંચી શકે છે. ટર્મિનલ બિલ્ડીંગ સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેનો સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.
સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ ડબલ ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એનર્જી સેવિંગ માટે કેનોપીઝ, લો હીટ ગેઇન ડબલ ગ્લેઝિંગ યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ, લેન્ડસ્કેપિંગ અને સોલાર પાવર પ્લાન્ટ જેવી વિવિધ સુવિધાઓથી સજ્જ બનાવાયું છે.
PM IN SURAT : સુરત ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કરશે
pm સુરત ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કરશે. આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે તે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરી બંનેના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. બુર્સમાં આયાત-નિકાસ માટે અદ્યતન ‘કસ્ટમ ક્લિયરન્સ હાઉસ’ હશે. રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ વૉલ્ટ્સની સુવિધા પણ હશે.
PM IN SURAT : સુરત ખાતે પ્રધાનમંત્રી મોદીના ભવ્ય સ્વાગતની તૈયારી
સુરત ખાતે પ્રધાનમંત્રીનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વિવિધ 6 પોઈન્ટ ઉપર પ્રધાનમંત્રીનું સ્વાગત કરાશે. 5 હજાર જેટલા કાર્યકરો પીએમનું સ્વાગત કરશે. આ માટે ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે જવાબદારી સોંપાઈ છે. ઓએનજીસી બ્રિજ – ઓ.પી ફાર્મની સામે – મનભરી ફાર્મ – રોડ મટીરીયલ ડેપો – ડાલમિયા ફાર્મ – સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પીએમનું સ્વાગત કરાશે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે.
PM IN SURAT : સુરતમાં લોખંડી પોલીસ બંદોબસ્ત
વડાપ્રધાનની સુરત મુલાકાતને પગલે સુરત શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેમની સુરક્ષા વ્યવસ્થામાં શહેર પોલીસના ટોચના અધિકારીઓ ઉપરાંત 3000 પોલીસ જવાનો, 1800 હોમગાર્ડના જવાનો, 550 ટીઆરબીના જવાનો મળી કુલ 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો તૈનાત રહેશે.વડાપ્રધાનના બંદોબસ્તના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમ વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે.
તમે આ પણ વાંચી શકો છો
Narendra Modi : સૌથી વધુ લોકપ્રિય નેતા, નરેન્દ્ર મોદીના દોસ્તનું નામ સૌથી નીચે !