Home Breaking News વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ,  વડોદરા કલેક્ટર અને...

વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ,  વડોદરા કલેક્ટર અને મનપા કમિશ્નરને સસ્પેન્ડ કરવા રજૂઆત

0
697
BoatAccident

BoatAccident  : ૩ દિવસ અગાઉ બનેલી માનવવધ સમાન વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિત અરજી થઇ છે, ગુજરાત હાઇકોર્ટના સુઓમોટો બાદ વધુ એક કોર્ટમાં આ અંગે જાહેરહિતની અરજી કરવામાં આવી છે, મોરબી બ્રિજ દુર્ઘટનામાં 112 પીડિત પરીવાર વતી કેસ લડતા એડવોકેટ ઉત્કર્ષ દવેએ વડોદરા બોટ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે.

BoatAccident

BoatAccident : વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં વકીલ  ઉત્કર્ષ દવેએ જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલાં લેવા અને વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એડવોકેટ ઉત્કર્ષ દવે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે પણ પીડિત પરિવારો તરફથી કેસ લડી રહ્યા છે.  

BoatAccident

BoatAccident : કલેક્ટર, મ્યુનિસપિલ કમિશનરને પાર્ટી બનાવવા માગ


આ સાથે આ ઘટનાની તપાસ અર્થે SITની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ છે. આ કેસમાં વડોદરા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસપિલ કમિશનરને પાર્ટી બનાવવા રજૂઆત કરાઇ છે.

BoatAccident  : પીડિતોને વધુ વળતર ચૂકવવામાં આવે

BoatAccident


અરજીમાં જણાવાયું છે કે ડિઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ અંતર્ગત આ દુર્ઘટના માટે વડોદરા કલેક્ટર જવાબદાર છે. જેથી વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરીને કાયદાકીય પગલાં લેવામાં આવે. તથા પીડિતોને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ફક્ત 6 લાખ રૂપિયા જ નહીં, પણ વધુ વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.

BoatAccident

BoatAccident  : નોંધનીય છે કે વડોદરામાં  18 જાન્યુઆરીના દિવસે હરણી તળાવમાં શાળાના પ્રવાસે આવેલા બાળકોને લઈને જઈ રહેલી બોટ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો સહીત 14 લોકોના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે પણ સુઓમોટો લઇ સુનાવણી હાથ ધરી હતી.     બીજીબાજુ વડોદરા હોડી દુર્ઘટનાને લઈને પોલીસ કમિશનર દ્વારા SIT ની પણ રચના કરવામાં આવી છે. ઘટનાની તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ સીટમાં જોઈન્ટ CP મનોજ નિનામા SITના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ દુર્ઘટના મામલે 10 દિવસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ સોંપવામાં આવશે.

તમે આ પણ વાંચી શકો છો

માસૂમ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય: ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી

VR LIVE GUJARAT NEWS વેબ પોર્ટલ પર કરો પ્રભુ શ્રી રામલલાના દર્શન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે