ટ્વીટર પર હિન્દુ વિરોધી ટિપ્પણી બદલ પીઆઇ થયા સસ્પેન્ડ

0
223

વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટમાં સપડાતાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વડોદરા શહેર પોલીસમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એન.ડી.સોલંકીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર હિન્દુ ધર્મ અંગે વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી.આ પોસ્ટને પગલે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જાયો હતો અને ગૃહ મંત્રાલય સુધી રજૂઆત પહોંચતા વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. વડોદરા સાયબર સેલે આ બાબતે પીઆઈના એકાઉન્ટની ખરાઈ કર્યા બાદ રિપોર્ટ સુપ્રત કર્યો હતો. ત્યારબાદ તેઓને ગઈ મોડી રાતે જ સસ્પેન્ડ કરવાનું હુકમ કરવામાં આવ્યો હતો.