બાવળા તાલુકાનાં મીઠાપુર ગામમાં કાદવનું સામ્રજ્ય
કાદવ થી ગ્રામજનો પરેશાન
સ્થાનિકોની રસ્તો બનાવવાની માગ
ચોમાસા દરમ્યાન માંખી-મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે
રોગચાળો ફાટી નીકળવાનો ભય
બાવળા તાલુકાનાં મીઠાપુર ગામમાં કાદવ થી ગ્રામજનો પરેશાન છે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે થી બગોદરા પાસેનાં મીઠાપુર ગામ તરફ આવતા મુખ્ય રસ્તા પર કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે. મીઠાપુર ગામ અમદાવાદ જીલ્લાનું છેલ્લું ગામ કહેવાય છે અને વિકાસ છેલ્લે સૂધી ગ્યો હોઈ તેવું લાગી નથી રહ્યું .બાવળા તાલુકાના મીઠાપુર ગામના પાટિયાથી ગામમાં જવાના મેઈન રસ્તા ઉપર ચોમાસા દરમ્યાન કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.ગામજનોનું કહેવું છે કે આઝાદી પછી હજુ સુધી આ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું નથી. ચોમાસા દરમ્યાન ઢીંચણ સુધીના પાણીમાંથી નીકળવું પડે છે અને પછી પાણી શુકાઈ જાય પછી દિવાળી સુધી કાદવ કીચડમાંથી નીકળવું પડે છે જેના કારણે માંખી-મચ્છર નો ઉપદ્રવ વધી જાય છે તેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ બીક છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર ખેતરમાં જવા માટે,પશુઓ માટે ઘાસ ચારો લાવવા માટે તેમજ ફેકટરી માં જવા માટે આ રસ્તા નો ઉપયોગ વધારેમાં વધારે લોકો કરે છે વારંવાર તંત્રને જાણ કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.ત્યારે ગ્રમજનોની માગણી છે કે જલ્દી થી જલ્દી આ રસ્તાને નવો બનાવવામાં આવે
ગ્રામજનોનું કહેવું છે. કે આ અંગે છેલ્લા કેટલાક સમયથી તેમના દ્વારા રસ્તો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.તેમ છતા પણ હજુ સુધી તેની સમસ્યા ઠેરની ઠર જ છે.ત્યારે સત્વરે ગામના લોકોની સમસ્યાઓ ઉકેલાય તેવી મીઠાપુર ગામના લોકોની માગ છે.